Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મહેમદાવાદ પોલીસે વાત્રક નદીના પુલ પાસે કારમાંથી 16 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા

મહેમદાવાદ: પોલીસે વાત્રક નદીના પુલ ઉપરથી હ્યુન્ડાઈ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડી ૧૬ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મહેમદાવાદ પોલીસે ગત રાત્રે પેટ્રોલીંગમાં નિકળી હતી આ દરમિયાન મહેમદાવાદ વાત્રક બ્રીજ નજીક પૂરઝડપે આવતી હુન્ડાઈ કારનં. જીજે ૨૩ એએન ૨૭૭૫ને ઉભી રખાવી કાર ચાલક સહિત બંને ઈસમોની અટક કરી પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી ગાડીની તલાશી લેતાં બીયરની ચાર પેટી તથા વિદેશી દારૂની નાની-મોટી ૪૮ બોટલો થઈને કુલ ૧૬,૮૦૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી પકડાયેલા બંને ઈસમોની પુછપરછ કરતાં શૈલેષભાઈ મલસીંગભાઈ બારીયા તથા મુકેશભાઈ હરસીંગભાઈ બારીયા (બંને રે. દલ્લારા મહુડા ફળિયું, પોસ્ટ નાની ઘાઘેલી, તા. ફતેપુરા) હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેમની અંગ જડતીમાં રૂ.૧૮૦૦ મોબાઈલ નં. ૨ રૂ.૩,૦૦૦ તથા વિદેશી દારૂ તેમજ ૩ લાખની કાર મળી કુલ રૂ.૩,૨૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

(5:04 pm IST)
  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST