Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ડુંગળીએ ખેડુતોને રડાવ્યા, સરકાર આર્થિક મદદ કરશે

ટુંક સમયમાં જ ખેડુતલક્ષી વધુ એક જાહેરાત

 રાજકોટઃ તા.૧૧, રાજય સરકારે ડુંગળી પકાવતા ખેડુતોને આર્થિક મદદ કરવાનું મન બનાવ્યું છે. ચાલુ વર્ષે ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા બજારમાં ખુબ ડુંગળી ઠલવાયેલ. તેના કારણે ખેડુતોને પોષણક્ષમ ભાવ મળેલ નહિ. ડુંગળીના ભાવ ગગડતા ખેડુતોમાં ખુબ નારાજગી જોવા મળી છે. સરકારે ખેડુતોને બોનસ અથવા અન્ય કોઇ સ્વરૂપે મદદ કરવાનું નકકી કયું છે.

 આ અંગે નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનો સંપર્ક સાધતા તેમણે ડુંગળી ઉત્પાદક ખેડુતોને સરકાર દ્વારા મદદ કરવા નિર્ણય થયાની બાબતને સમર્થન આપી ટુંક સમયમાં જાહેરાત થનાર હોવાનો નિર્દેશ કયો હતો. 

(3:46 pm IST)