Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભવ્ય ગ્રામ્ય વિકાસ યાત્રા

મહેસાણા : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ધરમપુર શ્રી સ્વામિનારાયણ મંદિર નવનિર્માણ મહોત્સવ અંતર્ગત ભવ્ય ગ્રામ્ય વિકાસ યાત્રા નિકળી હતી. આજુબાજુના ૪ર ગામોના હરિભકતોનો માનવસમુહ યાત્રામાં જોડાયો હતો.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના આપેલી આચાર સંહિતા રૂપ શિક્ષાપત્રીનું પણ ભવ્ય રીતે પુજન કરાયું હતું.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આર્શિવાદમાં જણાવ્યું હતું કે મનુષ્યે જીવનમાંથી વ્યસનોને તિલાંજલી આપવી કેમકે વ્યસન મનુષ્યને અધોગતિના પંથે દોરનારૂ છે, ઉપરાંત મુનષ્યે પરસ્પર સ્નેહ સંપ રાખવો, જેના જીવનમાં ધર્મ, સંસ્કાર, સ્નેહસંપ હશે તે મનુષ્ય ઉન્નતિના શિખર કરી શકશે. 

(2:00 pm IST)
  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • સહારનપુરમાં લઠ્ઠાકાંડ બાદ મહિલાઓમાં આક્રોશ ભભૂક્યો :70થી વધુના ઝેરી દારૂ પીવાથી મોટ થતા ગામના મહિલાઓએ હાઇવે પે ચક્કાજામ કર્યો :તીન થાણા ક્ષેત્રના 16 ગામના 70થી વધુ લોકોના મોટ નિપજ્યા હતા :મહિલાઓ હાઇવે બાનમાં લીધો access_time 1:25 am IST

  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST