Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સુરત લીબાયત પાસે ચાલુ બસમાં ચડવા ગયેલ મુસાફરે પોતાનો પગ ગુમાવવો પડ્યો :બીજા પગમાં ગંભીર ઇજા

સુરત :લીંબાયત વિસ્તારના મહારાણા પ્રતાપ સર્કલ નજીક સીટી બસમા ચાલુ બસે ચઢવા જતા એક મુસાફર બસના પાછળના વ્હીલમાં આવી ગયો હતો. આ અકસ્માતમા મુસાફરે પોતાની ભૂલના કારણે પોતાનો પગ ગુમાવવો પડયો હતો જયારે બીજા પગમા ગંભીર ઇજા પહોંચી હતી.

 ઘટનાના પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો હતો જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને સ્થિતી વણસે તે પહેલા કાબુમા લઇ લીધી હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમા ખસેડીને પોલિસે બસ ચાલકની અટકાયત કરી હતી.

(1:35 pm IST)