Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અમદાવાદમાં અમેરિકન નાગરિકોને છેતરપિંડી કરતા ત્રણ કોલ સેન્ટરમાં સાઇબર સેલના દરોડા :છ આરોપીની ધરપકડ

અમદાવાદમાં અમેરિકન નાગરિકોને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના અધિકારી હોવાનું કહીને બનાવટી કોલ કરી છેતરપિંડી આચરતી ગેંગને સાયબર ક્રાઇમ દ્વારા અલગ અલગ ત્રણ કોલ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે

   . ત્રણ કોલ સેન્ટરમાં રેઇડ કરી કુલ 49 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રથમ કોલ સેન્ટરમાં શેરબજારની લોભામણી જાહેરાત આપતા હતા. બીજા કોલ સેન્ટરમાં IRSના નામે અમેરિકાના નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા.ત્રીજા કોલ સેન્ટરમાં સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના અધિકારી હોવાનું જણાવી છેતરપિંડી આચરતા હતા. જેમાં મુખ્ય આરોપી પાર્થ ગજ્જરની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે

  . આ ત્રણે કોલ સેન્ટરમાં અલગ અલગ આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હજી પણ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

(12:05 am IST)