Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

નડિયાદમાં ૬૪મી નેશનલ સ્‍કૂલ ગેઇમ્‍સ એથ્‍લેટીક્સ સ્પર્ધાનો પ્રારંભ વિવિધ રાજ્યો-યુનિટોના ૬૪૬ રમતવીરો જીત માટે મેદાનમાં ઉતરશે રાષ્‍ટ્રીય સ્‍તરે શાળાકીય રમતોમાં ગુજરાતે છઠ્ઠુ સ્‍થાન હાંસલ કર્યુ :સચિવ ડી.ડી.કાપડીયા

નડિયાદ : સ્‍પેાર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સ્‍પેાર્ટસ કોમ્‍પલેક્ષ, નડિયાદ ખાતે યોજાયેલ ૬૪મી રાષ્‍ટ્રીય સ્‍કૂલ ગેઇમ્‍સ એથ્‍લેટીક્સ સ્‍પર્ધા  અન્‍ડર – ૧૯ નો સ્‍પેાર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી.કાપડીયાએ, કલેકટરશ્રી સુધીર પટેલની ઉપસ્‍થિતિમાં પ્રારંભ કરાવ્‍યો હતો.   અત્રે ઉલલેખનીય છે કે આ રાષ્‍ટ્રીય શાળા રમતોત્‍સવમાં દેશના વિવિધ રાજ્યો / યુનિટોના ૬૪૬ જેટલા રમતવીરોએ ભાગ લીધો છે.

સ્‍પેાર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ  ડી.ડી.કાપડીયાએ જણાવ્‍યું કે ગુજરાતને જુડો, ટેબલ ટેનિસ, ક્રિકેટ, ટેકવેન્‍ડો અને એથેલેટીક્સ સહિત પાંચ નેશનલ સ્‍કૂલ ગેઇમ્‍સ યોજવાનું ગૌરવ પ્રાપ્‍ત થયું છે. પુનામાં યોજાયેલ ખેલો ઇન્‍ડિયા રમતોત્‍સવમાં ગુજરાત ૧૩ મા સ્‍થાનેથી આઠમા સ્‍થાને જ્યારે રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍કૂલ ગેઇમ્‍સની યાદીમાં ગુજરાતે છઠ્ઠુ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે.

 રાજ્ય સરકાર રમતગમત પ્રવૃત્તિને પ્રોત્‍સાહિત કરી રહી છે, એમ જણાવતાં કાપડીયાએ ઉમેર્યુ કે ગુજરાતમાં રમત ગમત પ્રવૃત્તિના વિકાસ માટે આધુનિક કક્ષાના સ્‍પેાર્ટસ કોમ્‍પલેક્ષ, સેન્‍ટર ફોર એક્સલન્‍સ સહિત રમતવીરોને રમતો માટે પાયાની અને માળખાગત સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. જેને પરિણામે ગુજરાતના ખેલાડીઓ વિવિધ રમતોમાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મેડલ મેળવી રહ્યા છે. 

  કાપડીયાએ એથ્‍લેટીક્સ સ્‍પર્ધાના ખેલાડીઓને ખેલ ભાવનાથી રમવાનો અનુરોધ કરી રાષ્‍ટ્રીય ધારાધોરણ અને માપદંડો અનુસાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું.

 ૨૦૧૪માં સીડનીમાં યોજાયેલ ઓલિમ્‍પિક્સ રમતોમાં એથલેટીક્સ વિજેતા ઓલિમ્‍પિયન આનંદ મેનેઝીસએ જણાવ્‍યું કે એથ્‍લેટીક્સ એ તમામ રમતોની જનની સમાન છે. રમત ગમત પ્રવૃત્તિથી વ્‍યક્તિત્‍વ વિકાસ સાથે જીવનમાં સફળતા મળે છે.

  ભારતમાં રમતગમત ક્ષેત્રનો વિકાસ થઇ રહ્યો છે, એવી લાગણી વ્‍યક્ત કરતાં આનંદે જણાવ્‍યું કે ગુજરાત સરકાર દ્વારા રમતગમત પ્રવૃત્તિને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે, જે સરાહનીય છે. ગુજરાતના આ સાચી દિશાના પ્રયાસો આવનાર દિવસોમાં ગુજરાતને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ મેડલ અપાવશે તેવો વિશ્વાસ તેમણે વ્‍યક્ત કર્યો હતો.

 આનંદે રમતવીરોને શીખ આપતાં કહ્યું કે હાર બાદ જીત હોય છે ત્‍યારે સખત મહેનત અને ખેલ ભાવનાથી રમશો તો જીવનમાં પણ ખૂબ આગળ વધશો.   સ્‍કૂલ ગેઇમ્‍સ ફેડરેશનના પ્રમુખ આર.કે.પરિહારે જણાવ્‍યું કે ફેડરેશન દ્વારા અન્‍ડર – ૧૪, ૧૭, ૧૯ અને સ્‍કેટીંગમાં અન્‍ડર – ૧૧ વય જૂથ માટે રાષ્‍ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં રમતગમત માટેની માળખાગત સુવિધાઓને તેમણે બિરદાવી હતી. ખેલાડીઓને ખેલ ભાવનાથી સફળતા પ્રાપ્ત કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

 પ્રારંભમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓએ માર્ચ પાસ્‍ટ કરી હતી. મહાનુભાવોએ એથ્લેટીક્સ સ્‍પર્ધાનો ધ્‍વજ ફરકાવ્‍યો હતો.

ચીફ કોચ પરેશ પટેલે સૌનો આવકાર કર્યો હતો.   આ પ્રસંગે આંતરરાષ્‍ટ્રીય કોચશ્રી એલેકઝાન્‍ડર, સીનીયર કોચ, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, સીનીયર કોચ ર્ડો. મનસુખ તવેઠીયા સહિત રમતવીરો હાજર રહ્યા હતા

(6:36 pm IST)
  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST

  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST

  • સુરત-શારજાહની ફ્લાઈટ ઉડાવશે મહિલા પાયલટ ;સુરતની સિનિયર પાયલટ જસ્મિન ઉડાવશે એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ ;16 ફેબ્રુઆરીએ ફ્લાઈટ લઈને આવશે સુરત access_time 9:25 pm IST