Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

'સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ ભારતીય યુવા વૈજ્ઞાનિકો તૈયાર કરવાનું પ્રેરક બળ:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અર્પિત ઇન્ટરનેશનલ સી.બી.એસ.સી સ્કૂલ ઉદઘાટન, રાષ્ટ્રીય ગણિત સંમેલનતેમજ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારોહ યોજાયો મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે પ્રતિભાશીલ યુવા વૈજ્ઞાનિકો સર્વશ્રી ડો. ટી.પી. શર્મા, ડો. મોહરસિંહ સોલંકી, ડો. કે.ભાનુમૂતિ, પ્રો. અજયરાજાને એર્વોડ અર્પણ

રાજકોટ: રાજકોટ પાસે  હડાળા ખાતે આવેલ અર્પિત ઇન્સ્ટિટ્યૂટના સી.બી.એસ.સી. સ્કૂલ ઉદઘાટન,રાષ્ટ્રીય ગણિત સંમેલન તેમજ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર સમારંભનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધાર્થીઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, આપણા યુવાનો દુનિયનાની સામે હરિફાઇ કરવા માટે ખુબજ સક્ષમ અને ઉધમી છે અને ખુબજ પ્રતિભાશીલ છે, તેમને જરૂર છે પુરતું વિકાસલક્ષી વાતાવરણ મળી રહે અને ઉંચી ઉડાન ભરી શકે, તેમની આશા અને અપેક્ષાઓ પુર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર કટીબધ્ધ છે. 

યુવાનો માટે પોતાની તાકાત અને હુંન્નર વિશ્વને દેખાડી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડીયા, સ્કિલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મુકી હોવાનું તેમણે જણાવ્યું હતું.

 શ્રી રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિધાર્થી જીવનમાં જીજ્ઞાશાવૃતિ વધારે તીવ્ર હોય તે જરૂરી છે બાળકોને નાનપણથી જ  વિજ્ઞાન અને ગણીત જેવા વિષયોમાં રસ રૂચી વધે, આવા વિષયો વધારે સરળતાથી સમજી શકે અને તેના પ્રત્યે વધુમાં વધુ લગાવ વધે તે માટે સરકાર ધ્વારા વિજ્ઞાન મેળાઓ તેમજ  વિજ્ઞાનોગષ્ઠી જેવા શાળાકિય કાર્યક્રમોનું  રાજય સરકાર દ્વારા   વિશેષ રૂપે આયોજન કરવામાં આવી રહયાનું  મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યુ હતું.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, વસંતપંચમી એ જ્ઞાનની પંચમી છે. ત્યારે આજના વસંતપંચમીના દિવસે આ જ્ઞાનનાં મહા ઉત્સવનું આયોજન કરવા માટે સંસ્થાને અંભિનંદનનિય હોવાનું અને નવાભારતનાં નિમાર્ણ માટે આવા કાર્યક્રમો ખુબજ ફળદાઇ બની રહેતા હોય છે.

  મુખ્યમંત્રીએ રિસર્ચ બેઇઝડ શિક્ષણ પર ભાર મુકતા  જણાવ્યું હતું કે આપણા તત્કાલીન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઇએ આપેલ  જય જવાન જયકિસાન જયવિજ્ઞાન સુત્ર આવા ઉમદા સંશોધનપુર્ણ કાર્યક્રમો થકિ સાકાર થશે તેવી મને આશા છે.  મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું કે વિશ્વને ખગોળવિજ્ઞાનની ભેટ એ ભારતની દેન છે. વિજ્ઞાન અને ગણીત વિશ્વને સત્યની નજીક દોરીજનાર માધ્યમ છે. ત્યારે સૌ કોઇએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વ કલ્યાણ અર્થે થવો જોઇએ તેમજઅને   રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રતિભાશીલ યુવા વૈજ્ઞાનિકો સર્વશ્રી ડો. ટી.પી. શર્મા, ડો. મોહરસિંહ સોલંકી, ડો. કે.ભાનુમૂતિ, પ્રો. અજયરાજાને એર્વોડ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં અને તેમને તેમની સફળતા માટે અભિનંદન આપ્યા હતા   વૈજ્ઞાનિકો સર્વેશ્રી સી. એમ. નૌટિયાલ, જે. જે. રાવલ , બી એન રાવે પ્રાસંગીક ઉદબોધનમાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં વિધાર્થીઓને ખુબજ રસાળ પણ સરળ શૈલીમાં વિજ્ઞાન અને ગણિતની રસપ્રદ માહિતી પુરી પાડી હતી.   આ તકે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોનું અર્પિત પરિવાર તથા વિવિધ રાજયનાં રામાનુજન કલબનાં સભ્યોએ ખુબજ ગૌરવપુર્ણ સન્માન સ્વાગત કર્યુ હતું. જેમાં ડો.મોહનરામ, ડો. ગજેન્દ્ર દેપાલા, ડો. રાજેશ ઠાકુર વગેરે પણ જોડાયા હતાં.

 આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ,અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, GUEEDC -  ગાંધીનગરના ચેરમેન બી.એચ. ઘોડાસરા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, પુષ્કરભાઈ પટેલ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, કલેકટર રાહુલ ગુપ્તા ,પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ વિવિધ રાજ્યોમાંથી પધારેલ વૈજ્ઞાનિકો, સ્કૂલ-કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

(6:25 pm IST)