Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નવાગામ ખાતે લગડી ક્રિકેટ ટુર્નામેન્ટનું માજી વન મંત્રીના હસ્તે ઉદ્ઘઘાટન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામ ખાતે લગડી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘઘાટન માજી વનમંત્રી મોતીલાલભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યુ હતું જેમાં માજી વન મંત્રી મોતીલાલભાઈ વસાવા સાગબારાના આગેવાન ફૂલસિંગભાઈ, રવિદાસભાઇ તેમજ ક્રિકેટ લિંગના યુવાનો, સરપંચો હાજર રહ્યા હતા.ક્રિકેટ લિંગનું ઉદઘાટન કરી ક્રિકેટ પ્રેમીઓ માટે મેદાન ખુલ્લું મુકાતા ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

(11:37 pm IST)
  • વેકસીન સેન્ટરો ઉપર ખાસ ત્રણ રૂમોની વ્યવસ્થા : ૧૬ તારીખથી કોરોના વેકસીન અપાયા પછી કેટલોક સમય લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવશે : તત્કાળ સારવારની સુવિધા : કોઇ સમસ્યા થશે તો તાત્કાલિક સારવાર અપાશે : વેકિસન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે, વેઇટીંગ રૂમ, વેકિસન અને ઓબ્ઝર્વેશન રૂમ હશે : કોરોનાની વેકિસનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત access_time 11:46 am IST

  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બોડેલી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૬૧૩.૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત access_time 11:46 am IST