Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

યુવતી પિતાના તેરમા બાદ ફરી પ્રેમી સાથે ભાગી ગઈ

વિધર્મી યુવક સાથે નિકાહ બાદ યુવતીના પિતાનું મૃત્યુ : વડોદરાની હિંદુ યુવતીએ તા.૬ઠ્ઠી ડિસેમ્બરે જ ઈસ્લામ અંગિકાર કરતાં અનેક તર્ક વિતર્ક વહેતાં થયાં હતા

વડોદરા, તા.૧૧ : વડોદરાના નાગરવાડામાં લવજેહાદ કેસમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. ૩૪ દિવસ બાદ પિતાના મૃત્યુ પછી યુવક-યુવતી ફરીથી પલાયન થઈ ગયા છે. અગાઉ કેસમાં બન્ને મુંબઈમાંથી ઝડપાયા હતા. ત્યારબાદ હિન્દુ યુવતીના પિતાએ આઘાતમાં ખાવા-પિવાનો ત્યાગ કરી દીધો હતો. વડોદરામાં મેયરથી મોટી અનેક મોટા અગ્રણીઓએ યુવતીને સમજાવીને પાછી ઘેર લાવ્યા હતા, ત્યારબાદ થોડા સમય પછી યુવતીના પિતાનું મોત થયું હતું. દીકરી ભાગ્યાના ૭માં દિવસે પિતાનું આઘાતથી મોત થયું હતું. ત્યારે ફરી એકવાર આજ યુવતી પલાયન થઈ જતા ચકચાર મચી ગઈ છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઇ છે. જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના નાગરવાડા વિસ્તારના લવ જેહાદના કિસ્સામાં હિંદુ બ્રાહ્મણ યુવતીએ એક એફિડેવિટના આધારે મુંબઈમાં ઈસ્લામ અંગીકાર કરીને બાંદ્રાની મસ્જિદમાંથી મેળવેલું નિકાહનામુ શંકાના દાયરામાં આવ્યુ હતું. નાગરવાડાની હિંદુ યુવતીએ બાબરી ધ્વંસના દિવસે એટલે કે તા.૬ઠ્ઠી ડિસેમ્બરે ઈસ્લામ અંગિકાર કરતાં અનેક તર્ક વિતર્ક વહેતાં થયાં હતા. પરંતુ સમજાવટ બાદ બન્નેને ઘેર પાછા લાવ્યા હતા.

કોઈ હિંદુ યુવતી મુસ્લીમ ધર્મ અંગીકાર કરીને નિકાહ કરે તો મેરેજ રજિસ્ટ્રેશન માટે જિલ્લા મેજિસ્ટ્રેટની ખાસ મંજુરીની કાયદામાં જોગવાઈ છે. નાગરવાડાના અયાઝ શેખ અને નિકાહ પછી આઈરાહ થયેલી બ્રાહ્મણ યુવતીએ છોટાઉદેપુર ખાતે મેરેજ રજિસ્ટ્રેશનનો પ્રોસીજર કર્યો હતો. પરંતુ ત્યાંથી યુવતીના પિતાના નામ ઉપર નોટીસ નીકળતાં ભાંડો ફુટયો હતો અને રજિસ્ટ્રેશન થઈ શકયુ નહતુ. ત્યારપછી અયાઝ અને હિંદુ યુવતી મુંબઈ ગયા હતા જયાં તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારની હિંદુ યુવતીએ ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો. હિંદુ યુવતી પાસે ઈસ્લામ અંગીકાર કરાવવા માટે દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? મુદ્દે નવો ફણગો ફૂટયો હતો. સમગ્ર બાબતને લવ જેહાદ તરીકે જોવાઈ રહી હતી. ત્યારે જે દિવસને પસંદ કરવામાં આવ્યો હતો તે જોતા હકીકતમાં એક ષડયંત્ર તો નથી? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

અયાઝ શેખ હિંદુ યુવતીને મુંબઈ લઈ ગયો હતો. જયાં એડવોકેટ પાસે એક એફિડેવિટ કરાવડાવ્યુ હતુ જેમાં લખ્યુ હતુ કે હું કોઈ પણ પ્રકારના દાબ દબાણ વગર હિંદુમાંથી મુસ્લીમ ધર્મ અંગિકાર કરુ છુ. માત્ર એફિડેવિટ ઉપર બાંદ્રાની મસ્જિદમાં કાઝીએ નિકાહ પઢાવી આપ્યા હતા અને નિકાહનામુ આપ્યુ હતુ. જે નિકાહનામુ હવે શંકાના દાયરામાં આવ્યું છે. મુદ્દે પોલીસ તપાસ કરે તો અત્યાર સુધી સપાટી ઉપર નહીં આવેલી ઘણી હકીકતોનો પર્દાફાશ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરવાડાની બ્રાહ્મણ યુવતીને મુસ્લીમ યુવાન ભગાડીને મુંબઇ લઇ ગયા બાદ મસ્જિદમાં નિકાહ પઢયા હતા. શહેરમાં ચકચારી કિસ્સા સંદર્ભે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવજેહાદનો કાયદો લાવવો જોઇએ.

શહેરના નાગરવાડામાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના વિસ્તારમાં રહેતો મુસ્લીમ યુવાન ભગાડીને મુંબઇ લઇ ગયો હતો. જ્યાં લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથધર્યા બાદ બ્રાહ્મણ યુવતી સાથે મસ્જિદમાં નિકાહ પઢી આઇરાહ નામ આપ્યું હતું. બંન્ને તા.૧૫મીના રોજ નાગરવાડામાં પરત આવ્યા હતા. ત્યારબાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન બહાર બંન્ને કોમના ટોળા જામ્યા હતા. એરપોર્ટ સલાહકાર સમિતીની બેઠક પછી સાંસદ રંજનબેન ભટ્ટને લવજેહાદ સંદર્ભે પ્રશ્ન પૂછાતા સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ્યું હતું કે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવજેહાદ સંદર્ભે કાયદો લાવવો જોઇએ. મુસ્લીમ યુવક જો ખરેખર બ્રાહ્મણ યુવતીને ચાહતો હોય તો તેણે હિન્દુ ધર્મ અંગીકાર કેમ કર્યો હતો ? એવો યક્ષપ્રશ્ન પણ દોહરાવ્યો હતો.

(8:58 pm IST)