Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મામૂલી રકમની ઊઘરાણીમાં ગોલુ ગેંગે યુવકની હત્યા કરી

સુરતમાં જાહેરમાં ખેલાયો ખુની ખેલ : ગોડાદરા વિસ્તારમાં હત્યા, ૨૪ કલાકમાં ત્રીજું મર્ડર, રોજ સાંજ પડે સુરત પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો

સુરત,તા.૧૧ : સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે કારણ કે શહેરમાં હત્યા જીવલેણ હુમલો અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત ૨૪ કલાકમાં ત્રણ હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે ગોડાદરા વિસ્તારમાં બે યુવાનોએ જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે લીંબાયત વિસ્તારમાં બે યુવાનો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી. સુરજ ઉર્ફે સુર્યા રમા શંકર ચૌધરી પાસેથી સૂર્ય પ્રતાપ સિંઘ ઉર્ફે ગોલુ દુર્ગાપ્રસાદ રાજપૂતે ૩૦૦૦ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે, પોલીસ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી. બીજી તરફ લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોસીન સલમાન ખાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

(7:36 pm IST)
  • વેકસીન સેન્ટરો ઉપર ખાસ ત્રણ રૂમોની વ્યવસ્થા : ૧૬ તારીખથી કોરોના વેકસીન અપાયા પછી કેટલોક સમય લોકોને નિરીક્ષણમાં રાખવામાં આવશે : તત્કાળ સારવારની સુવિધા : કોઇ સમસ્યા થશે તો તાત્કાલિક સારવાર અપાશે : વેકિસન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાયા છે, વેઇટીંગ રૂમ, વેકિસન અને ઓબ્ઝર્વેશન રૂમ હશે : કોરોનાની વેકિસનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત access_time 11:46 am IST

  • બોરસદમાં પતંગની દોરીએ 7 વર્ષનાં બાળકનો ભોગ લીધો. સૂર્ય મંદીર રોડ પર પિતા સાથે બાઈક પર બેસીને જતા બાળકનું પતંગની દોરીથી ગળુ કપાયું access_time 9:09 pm IST

  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST