Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અમદાવાદમાં ડિલીવરી બોયે લિફટમાં જ સુ...સુ... કરી લીધુઃ હાથ ધોયા વગર પાર્સલ આપી દીધુઃ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અમદાવાદઃ આજના સમયમાં ઘરે કે ઓફિસમાં બેસીને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. આજના સમયમાં દરેક રેસ્ટોરન્ટ ઓનલાઇન ફૂડ ડિલિવર કરવાની સુવિધા આપે છે. ડિલિવરી બોય આ ઓર્ડરને ગ્રાહક સુધી પહોંચાડતા હોય છે. પરંતુ શું દરેક ડિલિવરી બોય ગ્રાહકો સુધી ખુબ સારી રીતે આ ઓર્ડર પહોંચાડે છે. ઘણીવખત ડિલિવરી બોયના વિવાદો સામે આવી ચુક્યા છે. હવે ડિલિવરિ બોયની એક શરમજનક હરકત અમદાવાદમાં સામે આવી છે.

પીઝા કંપનીના ડિલિવરી બોયની કરતૂત

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયે શરમનજક હરકત કરી છે. ઓનલાઇન પીઝાનો ઓર્ડર મળ્યા બાદ આ ડિલિવરી બોય પીઝા ગ્રાહકના ફ્લેટ પર પહોંચાડવા માટે પહોંચ્યો હતો. પરંતુ આ પહેલા તેણે એક એવુ કામ કર્યું કે તમે પણ વિચારતા થઈ જશો. જે વ્યક્તિએ પીઝાનો ઓર્ડર કર્યો તેનો ફ્લેટ પ્રથમ ફ્લોર પર હતો. પરંતુ ડિલિવરી બોય લિફ્ટમાં ગયો. તેણે લિફ્ટમાં લઘુશંકા કરી અને પછી હાથ સાફ કર્યા વગર જ ડિલિવરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો ડોમિનોઝના મેનેજરને આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.

(5:25 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,447 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,79,879 થઇ :એક્ટિવ કેસ 2,13,546 થયા: વધુ 18,502 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01 ,10,634 થયા :વધુ 166 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,364 થયો access_time 1:00 am IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST

  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST