Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અમદાવાદ-ઇન્દોર હાઇવે નજીક ચેકપોસ્ટ પરથી બસમાંથી 36 બોટલ બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

અમદાવાદ:અમદાવાદ-ઇન્દોર રોડ પર મહારાજના મુવાડા ખાતે બનાવેલ નવી ચેકપોસ્ટ પર વાહનો ચેક કરી રહી હતી ત્યારે ગોધરા તરફથી આવી ચઢેલી જયગોપાલ ટ્રાવેલ્સ લખેલી લકઝરી બસ આતા તેને ઉભી રાખી તેમાં ચેકીંંગ હાથ ધર્યુ હતુ.

ચેકીંગ દરમ્યાન ત્રીજા નંબરની લાઇનમાં જીન્સ પેન્ટ અને બ્લેક ઝેકેટ પહેરી બેઠેલો એક ઇસમ મળી આવ્યો હતો. જેના પગના ભાગે બે થેલામાં કઇક ભરેલ હોઇ ઇસમને બસમાંથી નીચે ઉતારી તપાસ કરતા તેના થેલામાંથી ૩૬ નંગ બીયરનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ તેની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૪૫૦ મળી આવ્યા હતા.

પોલીસે ઇસમનુ નામ-ઠામ પુછતા તે કનકસિહ ઉર્ફે કાનો જેસીંગભાઇ ડોડીયા, (રહે. ધોળી ધજા ડેમ, ગંગાનગર, દાળમીલ રોડ, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર)નો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસે બિયરના રૂ.૩,૬૦૦ અને રોકડ રૂ.૪૫૦ મળી કુલ ૪,૦૫૦ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:17 pm IST)