Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સુરતમાં આજથી બે વર્ષ પહેલા આંઠ વર્ષીય બાળકી પર શારીરિક અડપલાં કરનાર નરાધમ લારીવાળાને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

સુરત:આજથી બે વર્ષ પહેલા વાડીફળિયા વિસ્તાર મા આઠ વર્ષ ની બાળકી સાથે શારીરિક અડપલાં કરવાના ગુનામાં આરોપી લારીવાળા ફેરીયાને આજે પોક્સો કેસોની ખાસ અદાલતે દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

વાડીફળીયા વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી તા.26-10-2018ના રોજ આરોપી લારીવાળા અમરત કેશા દેવીપૂજકે બદકામના ઈરાદે નજીકની બિલ્ડીંગમાં લઇ જઈ શારીરિક અડપલાં કરતો હતો પરંતુ સીડી પર કોઈના ચંપલનો અવાજ થતા આરોપી ભાગી ગયો હતો.

જે ઘટના નજરે જોનાર રહીશ મહીલાએ અને તેના પુત્ર એ જોતા ભોગ બનાર બાળકીની માતાને જાણ કરી હતી.જેથી ભોગ બનનાર બાળકીની માતાએ પૂછપરછ કરતા બાળકીએ લારીવાળા સાથે ઘટેલી ઘટનાને સમર્થન આપતા બાળકીની માતાએ અઠવા પોલીસ માં અજાણ્યા લારીવાળા વિરુધ્ધ પોક્સો એકટના ભંગ બદલ ફરિયાદ નોધાવી હતી.જેથી તપાસ બાદ અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી લારીવાળા અમરત કેશા દેવીપૂજક  વિરુદ્ધના કેસ કાર્યવાહી ની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

(5:12 pm IST)