Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

૪૪.૫૦ લાખની લૂંટમાં ભક્ષક બનેલ રક્ષકના મોબાઈલનો લાસ્ટ ડાયલ થયેલ નંબરે ભેદ ખોલ્યો

આરોપીઓ સુરેન્દ્રનગર તરફ નાશે તે પહેલાં મૂળ મોરબી પંથકના વતની એવા ડીવાયએસપી કે.ટી.કામરિયા ટીમે સકંજામાં આ રીતે લીધેલા : અમદાવાદના ચાંગોદર નજીક પાન મસાલા ફેકટરીના સ્ટાફને લૂંટવાનો ભેદ ગણત્રીની કલાકોમાં ખુલવાનુંએ છે રહસ્યઃ આઈજી અને એસપી દ્વારા સમગ્ર ટીમને બિરદાવી

રાજકોટ તા.૧૧:  અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં આવતા ચાંગોદર વિસ્તારમાં મહેક સિલ્વર પાન મસાલા ફેકટરી ના સ્ટાફ પર હુમલો કરી માથાના ભાગે છરી મારી ૪૪.૫૦ લાખની સનસનાટીભરી કરી આરોપીઓ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર તરફ નાશી છૂટે તે પહેલા યોગનું યોગ મૂળ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના વતની એવા ડીવાયએસપી કે.ટી.કામરિયા ટીમ દ્વારા ગણત્રીની કલાકોમાં કઈ રીતે ઝડપી લેવામાં આવી તેની આખી રસપ્રદ કથા માણવા જેવી છે.            

આવડી મોટી લંૂટ થયાના સમાચાર સાથે જ એસપી વીરેન્દ્ર યાદવે તુરત આ બાબતે સાણંદ ડીવાયએસપી કે.ટી. કામરિયાને જાણ કરતા તેઓ તુરત ઘટના સ્થળે જવા રવાના થાય અને રસ્તામાં જ ત્રણ ટીમ બનાવી કોણે શું કામગીરી કરવી તેની સૂચના આપતા ફટોફટ કામગીરી સાથે એ વિસ્તારમાં એકિટવ મોબાઇલની માહિતી મેળવવાની શરૂ કરી શકમંદ નંબરો અલગ કર્યા હતા.                  

 સાથે સાથે આ ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પાકી શંકા આધારે મનોજ અને સંદીપ યાદવ આવડી મોટી રકમ લયને જવાના છે તેની જાણ કઈકઈ વ્યકિતને હતી તેની તપાસ દરમ્યાન શ્રી કે ટી.કામરિયા ટીમની તપાસમાં  બે નામો ઉપસી આવ્યા  અને સાથેજ ચોકીદાર જીતેન્દ્ર પરમારનો ફોન ચેક કરવા કે.ટી.કામરિયા દ્વાર સ્ટાફને જણાવતા તુરત લાસ્ટ ડાયલ નંબર અને શકમંદ ફોન નંબર સરખા નીકળ્યા.                                   

ડીવાયએસપી કે.ટી.કામરિયાને અંએ સમજતા વાર ન લાગી કે કાવત્રું  કોની મદદથી ઘડાયું છે.ચોકીદારની સૌરાષ્ટ્રની પ્રચલિત રીત મુજબ આગવી ઢબે પૂછપરછ થતાં તુરત પોતાના ભાઈ હરદેવ પરમાર તથા સાણંદના નરેન્દ્ર તથા સુરેન્દ્ર નગર પંથકના ભાવેશ ભરવાડ તથા સાણંદ વિસ્તારના રાકેશ મેર અને સુરેશ રાઠોડની મદદથી લૂટ કરાવી હોવાનું કબુલવા સાથે જ આરોપીઓ સુરેન્દ્ર નગર તરફ નાશે તે પહેલાં ઝડપી લેવાયા હતા.

(૧) પો.ઈન્સ વી.ડી.મંડોરા, (૨) એએસઆઈ બાબુભાઈડીંડોર, (૩) એએસઆઈ મહિપતસિંહ રમલાવત, (૪) એચસી ગણેશભાઈ પરહારીયા, (૫) એચસી ધર્મેન્દ્રસિંહ ડોડ, (૬) એચસી શૈલેષભાઈ વાઘેલા, (૭) એચસી પ્રદિપસિંહ જાડેજા, (૮) પીસી રણછોડભાઈ ભુંડીયા, (૯) પીસી દિવ્યરાજસિંહ ડોડીયા, (૧૦) પીસી ધનરાજસિંહ ચૌહાણ, (૧૧) પીસી ધર્મેન્દ્રસિંહ વાળા, (૧૨) પીસી નરેન્દ્રસિંહ રાઠોડ, (૧૩) રણજીતસિંહ સોલંકી, (૧૪) પૃથ્વીરાજસિંહ ગોહિલ, (૧૫) વિપુલસિંહ દાયમા, (૧૬) દિગંતભાઈ ગોહિલ, (૧૭) પ્રવિણસિંહ સીસોદિયા, (૧૮) ઈન્દ્રવિજયસિંહ લીંબોલાનાઓ જોડાયેલા હતા.

(3:43 pm IST)