Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બારડોલીના મઢી ગામે બર્ડ ફ્લૂ કેસ નોંધાયા: ચાર કાગડાના મોત થયા : બે કાગડાનો રિપોર્ટ પોઝીટીવ

રેલ્વે ક્વાર્ટરના એક કિલોમીટર વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવાયો

સુરતના બારડોલીના મઢી ગામે બર્ડ ફ્લૂના 2 કેસ નોંધાયા છે. અહીં 5 દિવસ પહેલા હતા 4 કાગડાઓના મોત થયા હતા. આ 4 પૈકી 2 કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મઢી રેલ્વે ક્વાટર્સ નજીકથી મૃત કાગડાઓ મળી આવ્યા હતા. બર્ડ ફલૂના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર દોડતું થયું છે. કલેક્ટરે અનિવાર્ય સંજોગ સિવાય પ્રવેશ અટકાવ્યો છે. રેલ્વે ક્વાર્ટરના એક કિલોમીટર વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

(11:48 pm IST)