Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ડેડીયાપાડાના અપહરણ અને બળાત્કારના ગુનાનો નવ વર્ષથી ફરાર આરોપીને કચ્છથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,નર્મદા

આરોપી પ્રવીણ વસાવા ભુજના જુરા ગમે પોતાનું નામ બદલીને રહેતો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિહની સુચના હેઠળ નર્મદા જીલ્લામાં વચગાળાના જામીન ઉપરથી તથા પેરોલ / ફર્લો ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડવા કામગીરી કરવાની સુચના કરતા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં છેલ્લા નવ વર્ષથી જાત જામીન ઉપર( પેરોલ )પરથી ફરાર પ્રવિણ રણછોડ ભાઈ વસાવા (રહે.ડાભવણ તા. ડેડીયાપાડા જી.નર્મદા) નો મો.ન મેળવી કોલ ડીટેઇલ એનાલીસીસ કરી આરોપીના સંભવીત આશ્રય સ્થાનોની માહીતી પેરોલ - ફર્લો શાખાને મળતા પેરોલ ફર્લો શાખાના પો.સ.ઈ ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે આરોપીને પકડવા તેના મોબાઈલ નંબર લોકેશન આધારે ગામ જુરા તા.ભુજ જી.કચ્છ ખાતે તપાસ કરતાં આરોપી જુરા તા.ભુજ જી.કચ્છ ખાતે પોતાની ઓળખ છુપાવવા સારૂ પોતાનું નામ બદલીને રહેતો હોય જે મળી આવતા તેને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સોપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

(10:45 pm IST)
  • આજે સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટેની બેઠક મળશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શ્રી એલ.કે.અડવાણી બેઠકમાં જોડાશે. access_time 2:51 am IST

  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST