Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજપીપળામાં 6 કાગડાના શંકાસ્પદ મોત બાદ પશુપાલન વિભાગ દ્વારા બર્ડ ફલૂ બાબતે ચેકીંગ:નર્મદા માં બર્ડ ફલૂનો એક પણ કેસ નથી

રાજપીપળા LIC ઓફિસ નજીક 6 કાગડાઓ મૃત હાલતમાં મળી આવતા હાલ બર્ડ ફલૂ ની તકેદારી માટે ચેકીંગ હાથ ધરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં 6 કાગળાનાના શંકાસ્પદ મોતને લઈને પશુપાલન વિભાગ હરકતમા આવ્યું છે. હજુ આ છ કાગડાના મોતના સેમ્પલ ભોપાલ મોકલાવ્યા છે.જેના રિપોર્ટ હજુ આવ્યા નથી પણ સાવચેતીના ભાગ રૂપે હાલ નર્મદા જિલ્લામાં આવેલ પાંચ પોલટરી ફાર્મમાં સર્ચ ચેકીંગ કરી જરૂરી સૂચના આપવામાં આવી રહી છે.આ સાથે રાજપીપલામા આવેલ ચિકન સેન્ટરો પર પણ જરૂરી સાવધાની રાખવાની સૂચના આપી હતી. આ રોગ સૌથી વધુ મરઘીમાં જોવા મળતો હોય જો કોઈ બીમાર મરઘી દેખાય તો તરત જાણ કરવી જેતે મરઘીને અલગ રાખી જરૂરી સાવચેતી રાખવામાં આવે એવી સૂચના પશુપાલન વિભાગની ટીમે આપી હતી.
  અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદામાં બર્ડ ફલૂનો એક પણ કેશ નથી જોકે હાલ છ કાગડાના મોત થયા જેને  શંકાસ્પદ ગણવામાં આવી રહ્યા છે પરંતુ આ કાગડા LIC ઓફિસ પાસેથી મળી આવ્યા જોકે ત્યાં આજુબાજુમાં ચિકન સેન્ટરો ઘણા છે એટલે શક્ય છે કે આ ચિકનના વેસ્ટ જે બહાર ફેંકવામાં આવે તે ખાધા હોય અથવા એવી શક્યતા પણ છે કે  આ ચીકન વેસ્ટ ઘણો સમય પડી રહ્યો હોય અને તેમાં ફૂગ આવી ગઈ હોય અને એવો ખોરાક ખાઈ જતા ફૂડ પૉઝનિંગ હોય આવા અનેક રીતે પશુપાલન વિભાગ તપાસ કરી રહ્યા છે. જોકે કોઈ પણ પક્ષીઓમાં લક્ષણ દેખાતા નથી અને ક્યારેય બર્ડ ફલૂને કારણે મનુષ્યને તખલીફ પડી હોય કે જીવ ગયો હોય એવો આજદિન કોઈ દાખલો નથી એવું આ તબીબોનું કહેવું છે.
 નર્મદા જિલ્લામાં ખાસ કોઈ બર્ડ ફ્લૂ ની અસર નથી 6 કાગડાના ના મોત થતા વન વિભાગ લઈ ને આવ્યા હતા જેમના સેમ્પલ આપણે ભોપાલ લેબોરેટરી માં મોકલી આપ્યા છે. હજુ રિપોર્ટ આવ્યા નથી પણ એક સાવચેતીના ભાગ રૂપે અમે તમામ પોલટ્રી ફાર્મ પર સતત ચેકીંગ રાખી રહ્યા છે તેમ .ડો.જીગ્નેશ દવે (નાયબ નિયામક પશુપાલન વિભાગ, નર્મદા)એ જણાવ્યું છે
 બીજીતરફ નાયબ નિયામક પશુપાલન ડો.જીગ્નેશ દવે એ જણાવ્યું હતું કે સામાન્ય રીતે બર્ડ ફલૂ નો રોગ આવ્યો છે, એવો હાઉ લોકોમાં ભયનો માહોલ બનાવે છે.પરંતુ આ પક્ષીઓ માં ફેલાતો રોગ છે. આવા સમયે લોકો ઈંડા ચિકન ખાવાનું ટાળે છે પરંતુ એવું કઈ નથી બંને એકદમ ઉંચી ડિગ્રી તાપમાને ઉકળતું હોય બફાતું હોય એટલે કોઈ વાઇરસ રહે નહિ બાફી ને ખાઈ શકાય કાચું ક્યારેય ન ખવાઈ તે કાળજી રાખવી જરૂરી છે.

(10:37 pm IST)