Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉત્તરાયણમાં નકલી ગોગલ્સ વેચવાનો કારસો પકડાયો છે

કરોડોના નકલી ગોગલ્સ વેચવાનો પ્લાન નિષ્ફળ :ચશ્મા ખરીદનારા ગ્રાહકોની ભીડ રહેતી હોય છે ત્યારે ગાંધી રોડ પર નકલી ચશ્મા વેચનારને પોલીસે પકડી પાડ્યો

અમદાવાદ, તા. ૧૦ : એક તરફ કોરોના વાયરસનો માર અને બીજી તરફ ઝડપી કમાઈ લેવાના ચક્કરમાં વેપારીઓ ગેરકાયેદસર કામ કરી રહ્યા છે. આવો જ એક ગેરકાયદેસ વેપાર પકડાયો છે, કે જેમાં નકલી ગોગલ્સ વેચવાનો કારસો પકડાયો છે. ઉત્તરાણના તહેવારમાં બજારમાં પતંગ-દોરીની સાથે ચશ્માની પણ ભારે માંગ રહેતી હોય છે, આવામાં બ્રાન્ડેડ કંપનીના નામે બોગસ ગોગલ્સ વેચવાનું ષડ્યંત્ર પકડાયું છે અને આ સાથે નકલી ગોગલ્સ પણ કબજે લેવામાં આવ્યા છે.

ઉત્તરાયણ પર ધાબા પર પતંગ ચગાવવા માટે જતા રસિયાઓ નવા ચશ્મા ખરીદતા હોય છે આવામાં ગ્રાહકોના બ્રાન્ડેડના નામે છતરવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં શુક્રવારે ઝ્રૈંડ્ઢ ક્રાઈમ બ્રાન્ચ અને રેલવે દ્વારા દરોડા પાડ્યા હતા જેમાં ૬ કરોડના નકલી ચશ્માનો જથ્થો ઝડપાયો છે. તહેવારો દરમિયાન વધારે ભીડ રહેતી હોય તેવા ગાંધીરોડ પર આ દુકાન આવેલી છે કે જ્યાંથી દરોડા પાડીને નકલી ચશ્માનો માલ ઝડપી લેવામાં આવ્યો છે.

કોટ વિસ્તારમાં આવેલા ગાંધી રોડ પર આવેલી ભૂમિ ઓપ્ટિકલ્સ નામની દુકાનમાં બ્રાન્ડના નામે ગ્રાહકોને છેતરવાનો કિસ્સો ધ્યાને આવતા ત્યાં દરોડા પાડીને ૬ કરોડના નકલી ચશ્મા કબજે લેવામાં આવ્યા છે. આ દુકાન ૩૯ વર્ષના સુધીર હિરાલાલ ક્રિષ્નાની દ્વારા ચલાવવામાં આવે છે જે મેઘાણીનગરનો રહેવાસી છે. અહીં દરોડા દરમિયાન જાણીતી બ્રાન્ડના ચશ્મા બિલ વગર વેચવામાં આવતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જે દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કાલુપુર પોલીસે આરોપી સુધીર ક્રિષ્નાનીનો મોબાઈલ ફોન અને રેડ દરમિયાન મળી આવેલા મહત્વના કાગળો કબજે લઈને આગળની કાર્યવાહી શરુ કરી છે. આ રેડ અંગે ઝ્રૈંડ્ઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા

જણાવવામાં આવ્યું છે કે, *આરોપી સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.*

રેડ પાડ્યા બાદ એક પછી એક નકલી બ્રાન્ડેડ કંપનીના ચશ્માનો ઢગલો મળતા પોલીસને પણ નવાઈ લાગી હતી. આ સાથે આ ચશ્મા કેટલા સાચા છે તે જાણવા માટે પણ બ્રાન્ડના જાણકાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવશે જેના આધારે ખ્યાલ આવશે કે આ ચશ્મા કેટલા સાચા છે. વધુમાં એ પણ તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં વેપારીએ કેટલાગ્રાહકોને આ પ્રકારના ચશ્મા વેચ્યા છે અને આ માલ તે ક્યાંથી લાવતો હતો અને શું શહેરમાં અન્ય દુકાનો પર આ પ્રકારનો નકલી માલ મોકલવામાં આવતો હતો કે નહીં

(9:58 pm IST)