Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતના રામપુરા પેટ્રોલ પમ્પ નજીક ફાયરિંગ : બે જૂથ વચ્ચે અથડામણ બાદ ૬ રાઉન્ડ ફાયરિંગ

ચોક, લાલગેટ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે

સુરતમાં ગેંગવોર જેવી  ઘટના બની છે  રામપુરા પેટ્રોલ પંપ સુરતના રામપુરા પેટ્રોલ પમ્પ પાસે ફાયરિંગની ઘટના બની છે. જેમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી . આ અથડામણમાં કુલ 6 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાના અહેવાલો મળ્યા છે.

અશરફ અને મહેતાબ નામના શખ્સોની ગેંગ વચ્ચે અથડામણ બાદ ફાયરિંગ થયું હોવાની માહિતી હાલમાં પ્રાપ્ત થઇ છે. આ ઘટના બનતા જ ચોક બજાર, લાલગેટ અને ક્રાઇમબ્રાંચનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

(11:47 pm IST)