Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ફોજદારી કાર્યવાહી ચાલુ હોય તો પણ પાસપોર્ટ મેળવવાના અધિકાર પર તરાપ પડતી નથી: અમદાવાદ સેસન્સ કોર્ટ

અદાલતે 37 વર્ષના ગુલામહુસેન શેખને નવો પાસપોર્ટ મેળવવા પરવાનગી આપી

અમદાવાદ : વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી ચાલુ હોય તો પણ પાસપોર્ટ મેળવવાના અધિકાર પર તરાપ પડતી નથી એવા અવલોકન સાથે શહેરની સેશન્સ અદાલતે 37 વર્ષના ગુલામહુસેન શેખને નવો પાસપોર્ટ મેળવવા પરવાનગી આપી છે.

નવો પાસપોર્ટ મેળવવાની શેખની અરજીનો રાજય સરકારે ઉગ્ર વિરોધ કર્યો ત્યારે કોર્ટે આરોપીના અધિકાર વિષે અવલોકન કર્યુ હતું. મેટ્રોપોલીટન કોર્ટે નવેમ્બર 2019માં પાસપોર્ટ માટે અરજી કરવાની શેખની વિનંતી ફગાવી દીધી હતી. શેખ સામે કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ છે અને મેટ્રોપોલીટન કોર્ટમાં ખટલો ચાલી રહ્યો છે.

નવો પાસપોર્ટ મેળવવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરાતા શેખે સેશન્સ કોર્ટમાં આ નામી દલીલ કરી હતી કે, નવા પાસપોર્ટ માટે પરવાનગીની અરજી નકારવાથી તેના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. રાજય સરકારે શેખની માંગણીનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું હતું.

(11:15 pm IST)