Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અમદાવાદમાં અકસ્માત રોકવા માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત

પોલીસ કર્મચારીઓને સેફટી કીટ આપીને બાઇક રેલીનું આયોજન

અમદાવાદમાં માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી  પોલીસ કર્મચારીઓને સેફટી કીટ આપીને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. માર્ગ અકસ્માતમાં મોટે ભાગે યુવાનો ભોગ બનતા હોય છે. આથી સલામતિ સપ્તાહ દરમિયાન યુવાનોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. વિવિધ માધ્યમોમાં જાહેરાત, પત્રિકાનું વિતરણ, નાટક કે અન્ય રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.

 ગુજરાતમાં વર્ષે 400 ફેટલ થાય છે. જેને ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનોની દૂર કરવા માટે વધુ ક્રેન મંગાવવામાં આવી છે.. હાલ ૪૦ ક્રેન છે જેમા વધારો કરી 80 કરવામાં આવશે. શહેરના કેટલાક વધુ ટ્રાફિક ધરાવતા ચાર રસ્તા નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં ટ્રાફિક સમસ્યા કઈ રીતે ઘટાડી શકાય તે માટે આયોજન કરવામાં આવશે

(11:00 pm IST)