Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ચાલુ ટ્રેને ઉતરવા જતા દુર્ઘટના : અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશને નડિયાદના પ્રોફેસરનું મોત

વડોદરાથી નડિયાદ જવા નીકળેલ પરંતુ ટ્રેનમાં ઉંઘી જતા અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર, જ્યાં નડિયાદના 38 વર્ષીય પ્રોફેસર અમિત પંડ્યાં વડોદરા નોકરી કરતા હતા, તેઓ રજાઓ હોવાથી વડોદરાથી નડિયાદ જવા નીકળ્યાં હતા, પરંતુ ટ્રેનમાં ઉંઘી જતા અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન સુધી આવી ગયા હતા, જેવી તેમની ઉંઘ ઉડી તો ખબર પડી કે તેઓ અમદાવાદ આવી ગયા છે, અને ટ્રેન અહીંથી પણ ઉપડી રહી હતી, જેથી તેમને ચાલુ ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કરતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે તેમનો પગ આવી ગયો હતો, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

લોહી લુહાણ હાલતમાં લોકોએ તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલ ખસેડયાં હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતુ, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

અકસ્માતની જાણ થતા અમદાવાદમાં રહેતા તેમના સંબંધીઓ એલજી હોસ્પિટલ પહોંચી ગયા હતા, નડિયાદમાં તેમના પરિવારને અકસ્માતની જાણ કરાઇ હતી અને તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે,

(10:54 pm IST)