Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પાદરાની ઓક્સીઝન કંપનીમાં બ્લાસ્ટ થતા પાંચના મોત : કોંગ્રેસે કહ્યુ છેલ્લા છ વર્ષમાં 1100થી વધુ શ્રમિકોના મોત

રાજ્યમાં શ્રમિકોના મોત માટે ભાજપના હપ્તારાજને જવાબદાર ગણાવ્યું

અમદાવાદ : પાદરાની એઇમ્સ ઓક્સિજન કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના બાદ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. જેમાં કહ્યું છે કે થોડા સમય પહેલા વાપી અને ભરૂચમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. આમ છતા કોઇ નક્કર પગલા ભરાયા નથી. છેલ્લા 6 વર્ષમાં 1100થી વધારે શ્રમિકોના મોત થયા હોવા છતા કોઇ પગલા ન ભરીને ભાજપના હપ્તારાજ આ ઘટના માટે જવાબદાર ગણાવાયા છે.

 વડોદરાના પાદરાના ગવાસદ ગામે ઓક્સિજન કંપની એઈમ્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં પાંચ શ્રમિકોના મોત થયા. જોકે હવે મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં બે લોકોનો વધારો થતા મૃત્યું આંક સાત સુધી પહોંચ્યો છે. જ્યારે 15થી વધુ કામદારોને ઈજા થઈ છે. ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ. મૃતદેહોને અને ઘાયલોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે

 . આ બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે અઢીથી ત્રણ કિલોમીટર સુધી વિસ્તારમાં જમીન ધ્રુજી ઉઠે તેવો અનુભવ થયો હતો. સાત અને પાંચ ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી રહ્યા છે. બ્લાસ્ટની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોમાં 3 કામદારો લોલા ગામના રહેવાસી છે. જ્યારે એક મુવાલ ગામનો રહેવાસી અને એક ગવાસદ ગામનો રહેવાસી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી

(9:12 pm IST)