Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છાશક્તિના આધારે ચેતનાનો થયેલો સંચાર

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું : ૩૭૦ અને ૩૫એની નાબૂદી, નાગરિક સુધાર એક્ટ દ્વારા નવી ચેતનાનો સંચાર કરી દેશને મજબૂત બનાવવા પ્રયાસો

અમદાવાદ, તા. ૧૧ : ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ રાજકીય ઈચ્છાશક્તિના આધાર થકી ૩૭૦, ૩૫- નાબૂદ કરીને સિટીઝન એમેન્ડમેન્ટ એકટ દ્વારા સમગ્ર દેશમાં નવી ચેતનાનો સંચાર કરીને દેશને વધુ સમૃદ્ધ-સુદ્રઢ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણા માટે ગૌરવરૂપ છે. તેમણે ઉમેર્યું કે, રાજયના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેઓ ગુજરાતમાં ગૃહમંત્રી હતા ત્યારે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીની રચના કરી હતી. આજે ત્રણેય સંસ્થાઓએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. જાડેજાએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને માટે અમિત શાહ દ્વારા અથાગ પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે આર્મ્સ એક્ટમાં સુધારા કરીને સીઆરપીસી એક્ટમાં પણ સુધારો કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે તથા ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠેથી કોઈ આતંકવાદી ઘુસી જાય અને સંગઠિત ગુનાઓ નિયંત્રણ થાય માટે ગુજરાતે પસાર કરેલા ગુજસીટોક કાયદાને પણ તેમના માર્ગદર્શન હેઠળ મંજૂરી મળી ગઈ છે.

           જેના દ્વારા રાજયની શાંતિ, સલામતિ વધુ સુદ્ઢ બનાવીશું. તેમણે ઉમેર્યું કે, ૨૧મી સદી ટેકોનોલોજીની સદી છે અને ગુનેગારો વાઈ-ફાઈની સુવિધા થકી હાઈ-ફાઈ ગુનાઓ કરતા થયા છે. સાયબર ક્રાઈમના ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજયના નાગરિકો લોભામણી જાહેરાતોથી છેતરાય નહીં અને તેઓના ટ્રાન્ઝેકશનથી કોઈ પણ પ્રકારની છેતરામણી થાય માટે દેશભરમાં સૌપ્રથમ વખત 'વિશ્વાસ'અને 'સાયબર આશ્વસ્ત'નો શુભારંભ થઈ રહ્યો છે. જેના થકી રાજયના કરોડથી વધુ નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરીને સૌને સુરક્ષા પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે અને રહેશે.

(8:31 pm IST)