Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કોંગી શાસનમાં કાયદાના લીરે લીરા ઉડી ગયા હતા

૨૦૦૧ બાદ તોફાનો ભુતકાળ બન્યા : મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિજય રૂપાણી : આવનાર સમયના પડકારો ઝીલી ટેકનોલોજી સજ્જતાથી પોલીસ સાયબર યુદ્ધ જીતશે : મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આશાવાદ

અમદાવાદ,તા.૧૧ : વિજય રૂપાણીએ જણાવ્યું કે, આવનાર સમયના પડકારોને ઝીલવા ગુજરાત પોલીસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમ સામે સજ્જતાથી બાથ ભીડી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હવેનો યુગ સાયબર વોર એટલે કે સાયબર યુદ્ધનો છેગુનેગારો અને ગુનો આચરનારા આવી સાયબર ટેકનોલોજીથી ગુના કરે છે. પરંતુ ગુજરાત પોલીસ નવા નવા ટેકનોલોજીયુક્ત આયામોથી સાયબર યુદ્ધ જીતશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં સાયબર બુલીંગ, સાયબર ક્રાઈમથી થતાં ઓનલાઈન ચીટિંગથી લોકોને છેતરી તેમના પૈસા પડાવી લેતા લેભાગુઓને હવે પળવારમાં પકડી પાડવા સાયબર 'આશ્વસ્ત' અને 'વિશ્વાસ'ના પ્રોજેક્ટ્ મહત્વપૂર્ણ ટુલ બનશે,

              તેમ પણ ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ ગુજરાતમાં ક્રાઈમ રેઈટ નીચો તથા ડિટેક્શન રેઈટ હાઈ છે તેની ભૂમિકા આપી હતી. તેમણે રાજ્ય પોલીસના ત્રિનેત્ર અને નેત્રમના કેમેરા ઉપયોગથી વ્યૂહાત્મક સ્થાનો અને સંવેદનશીલ વિસ્તારો સહિત ક્યાંય પણ ગુનો બને કે કાયદો વ્યવસ્થા કથળે તો તુરત પોલીસને જાણ થાય અને તેને ત્વરાએ કાબુમાં લઈ શકાય છે તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોન્ચ થયેલા 'આશ્વસ્ત' પ્રોજેક્ટથી જનતા જનાર્દન આશ્વસ્ત થશે અને ગુનાખારી અને ગુનો આચરનારાથી તેને રક્ષણ મળશે. વિશ્વાસ પ્રોજેક્ટ રાજ્યની જનતાની સુરક્ષા, સલામતી માટેનો વિશ્વાસ વધારશે. સાચો સાથ ગમે તેવા ગુનેગારોને પળભરમાં ઝડપી લેવાના પોલીસ દળના મનોબળ અને કાર્ય સજ્જતાનો પણ વિશ્વાસ દ્રઢ બનાવશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં ૭૫૦૦ કેમેરાને ૧૫,૦૦૦ લોકેશન પર ગોઠવીને તેનું કમાન્ડ કંટ્રોલ સાથે થનારું જોડાણ કોઈ પણ વ્યક્તિને ગુનો કરતાં ઝડપી પાડે તેવું પરિણામદાયી બનશે.

(8:29 pm IST)