Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

જુઠ્ઠાણા દ્વારા શાંતિ ડોહળનારા તત્વથી પ્રજા ચેતે તે ખુબ જરૂરી

વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો અમિત શાહે પ્રારંભ કરાવ્યો : કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા અને નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી : રાષ્ટ્રભાવનાથી પ્રેરિત સરકારે ૩૭૦ કલમ દૂર કરી : શાહ

અમદાવાદ, તા.૧૧ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જુદા જુદા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા માટે વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા અમિત શાહે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ જરૂરી છે. પ્રોજેક્ટ ગુનાને રોકવા માટે મદદરુપ થશે. સાથે સાથે પ્રજા માટે સાચા અર્થમાં વિશ્વાસ સાથે આશ્વસ્ત પુરવાર થશે. ગુજરાતમાં પોલીસ કામગીરીમાં રાજકીય દરમિયાનગીરી નથી. સાયબર ક્રાઈમ રોકવા ગુજરાત પોલીસ અસરકારક કામગીરી અદા કરી રહી છે. અપપ્રચાર અને જુઠ્ઠાણાના માધ્યમથી રાજ્યની શાંતિ ડોહળનારા તત્વોથી પ્રજા ચેતે તેવી અપીલ અમિત શાહે કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહાત્મા મંદિરથી રાજ્યમાં બહુ ઉપયોગી સાઈબર ક્રાઈમ એપ લોન્ચ કરી હતી. ઉપરાંત તેમણે સીસીટીવી કેમેરા આધારિત વિશ્વાસ પ્રોજેક્ટને પણ શરૂ કરાવ્યો હતો.

                આ પ્રોજેક્ટથી રાજ્યના ૩૪ જિલ્લા મથકો અને પર્યટક સ્થળો મળીને ૪૧ શહેરોમાં એડવાન્સ એનાલિટિક્સ આધારિત સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિ પર નજર રખાશે. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં ૨૦૧૩-૧૪માં લોકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્યના ત્રણ મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેમાં અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં સીસીટીવી કેમેરા આધારિત પ્રોજેક્ટ શરૂ કરાયા હતા. યોજનાને વિસ્તારીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ નામનો રાજ્યભરમાં લાગુ કરાયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના ૩૪ જિલ્લા મથકો અને પર્યટક સ્થળો મળીને ૪૧ શહેરોમાં એડવાન્સ એનાલિટિક્સ આધારિત સીસીટીવી કેમેરા આધારિતને પ્રોજેક્ટ શરૂ કરાયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ટાયર- અને ટાયર - શહેરોને આવરી લેવા સીસીટીવી કેમેરા આધારિત સલામતી અને  ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ (આઇટીએમએસ) સ્થાપિત કરવામાં આવશે. ફેસ-૧માં જિલ્લાઓની પોલીસ અધિક્ષક કચેરીઓમાં ૩૪ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવેલા છે.

                  જેમાં૭ હજારથી વધુ કેમેરાઓ ૪૧ શહેર (૩૪ જિલ્લા મથક + યાત્રા ધામ+ એસઓયુ) ને આવરી લે છે. મહત્વપૂર્ણ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, કી ટ્રાફિક જંકશન અને વ્યૂહાત્મક સ્થાનોનું મોનીટરીંગ એડવાન્સ એનાલિટિક્સ ટૂલની મદદથી ૩૪ જિલ્લાઓના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખાતે અને રાજ્યના સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ ખાતે કરવામાં આવે છે. ઉપરોક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ, ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન, ઘટના પછીની તપાસ,સ્ટ્રીટ્સની સલામતી, રિસોર્સ પ્લાનિંગ અને ડિપ્લોયમેન્ટ, વીડિયો ફોરેન્સિક્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી વિવિધ કાયદા અમલીકરણની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છેદરેક જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર - સીસીસી (નેત્રમ) અને રાજ્ય કક્ષાના સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસસીસીસી (ત્રિનેત્રમ)માં વાહનની ઓળખ માટે એએનપીઆર અને -ચલણને વાહન અને સારથી ડેટાબેઝ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવેલા છે. નેટવર્ક ગુજરાત સરકારના સાઇબર ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સાથે ઇન્ટીગ્રેટેડ છે. ઉપરાંત -ચલણના ઓન લાઈન પેમેન્ટ માટે ડેબિટ - ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગની સુવિધા અપાયેલી છે. સિસ્ટમના સીસીટીવી કેમેરા ૨૪બાય૭બાય૩૬૫ નજર રાખવા સક્ષમ હોવાથી સિસ્ટમ ફોર્સ મલ્ટીપ્લાયર ઇફેક્ટ પ્રાપ્ત કરી છે. પોલીસની કાર્યક્ષમતા, ગુનાખોરી નિવારણ અને તપાસ, તપાસની ગુણવત્તા અને અર્બન મોબીલીટીમાં એકંદર સુધારણા કરવામાં મદદ કરી છે.

                 નોન-ઈન્ટ્રુસિવ ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટથી પોલીસ ઇન્ટરવેન્શન, એલીગેશન્સ ઓફ કરપ્શન, એબ્યુસીવ પોલીસ બીહેવીયર એન્ડ હાઇહેન્ડનેસમાં ઘટાડો થવાથી નાગરિકોમાં સંતોષ છે. -ગવર્નન્સ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગૃહ વિભાગની એક મોટી પહેલ છે. પ્રોજેક્ટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, સુરક્ષા સેતુ, કમ્યુનિટિ પોલીસિંગ પ્રોગ્રામ, એનએચએઆઇ અને અન્ય એજન્સીઓને સાથે ઇન્ટીગ્રેટેડ છે. તે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓને સુરક્ષિત બનાવે છે અને શહેરી કેન્દ્રોમાંરસ્તાની સુરક્ષામાં સુધારો થયો છે. કાશ્મીરનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીરને દેશથી અલગ કરતી કલમ ૩૭૦ અને ૩૫એને દૂર કરવા દરેક નાગરિકની ઇચ્છા હતી પરંતુ કોઇ સરકારે હિંમત કરી હતી પરંતુ રાષ્ટ્રભાવથી પ્રેરિત અમારી સરકારે કલમ દૂર કરીને કાશ્મીરને દેશનો અભિન્ન અંગ પુરવાર કર્યું છે.

પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ

*          ૧૨૫૬ જંકશન પર હજારથી વધુ કેમેરા લાગશે

*          ૩૪ ડિસ્ટ્રિક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( નેત્રમ ) સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( ત્રિનેત્ર) સાથે જોડાશે

*          સક્રિય ટ્રાફિક મેનેજમેન્ટ અને નિયંત્રણ

*          ક્રાઇમ/ઘટનાની તપાસ અને વીડિયો ફોરેન્સિક્સ

*          ફોર્સ મલ્ટીપ્લાયર ઈફેક્ટથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે

*          માર્ગ સલામતી અને અર્બન મોબિલિટી

*          મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓને સુરક્ષિત બનશે

*          ગુજરાતના તમામ શહેરો, જિલ્લા વડામથકો અને પર્યટન સ્થળોએ ચુસ્ત સુરક્ષા મળશે

(8:27 pm IST)