Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વૈષ્ણોદેવી યાત્રા માટે ગયેલા ખેડા અને આણંદ જિલ્લાના 180 પ્રવાસીઓ ફસાયા

બરફ વર્ષા અને લેન્ડ સ્લાઇડના કારણે હાઇવે બંધ: ગુજરાતની 5 જેટલી બસો રસ્તામાં ફસાઇ જતા મુસાફરોની હાલત કફોડી

અમદાવાદ : વૈષ્ણોદેવી યાત્રા પર ગયેલા ગુજરાતી પ્રવાસીઓની બસ કાઝગંડ અને જવાહર ટનલ વચ્ચે ફસાઇ છે. ગુજરાતની 5 જેટલી બસો રસ્તામાં ફસાઇ જતા મુસાફરોની હાલત કફોડી બની છે. ત્યારે સાંસદ દેવુસિંહ ચૌહાણે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે માં વૈષ્ણોદેવી ભવન, ભૈરવ ઘાટી અને ત્રિકુટા પર્વત સફેદ ચાદરમાં ઢંકાઇ ગયો છે. સોમવારથી શરૂ થયેલ બરફવર્ષામાં હજુ પણ શરૂ છે. ખરાબ હવામાનને જોતા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા સોમવાર અને મંગળવારે હેલિકોપ્ટર સેવા બંધ રહી હતી

. બીજી તરફ બોર્ડે બચાવ ટીમના સભ્યોને યાત્રા માર્ગ પર તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓને તમામ મદદ કરવાના આદેશ અપાયા છે. બરફવર્ષાના કારણે રોડ પર બરફ અડચણ બની રહ્યો છે જેને કર્મચારીઓ સતત સાફ કરી રહ્યા છે. આ વિશે શ્રદ્ધાળુઓને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

(8:22 pm IST)