Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે લીધી સીએમ ડેસ્ક બોર્ડની મુલાકાત

સીએમ રૂપાણીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઈમ મોનીટરીંગની વિકસાવેલી વ્યવસ્થાથી પ્રભાવિત

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ ભાઈ શાહે મુખ્ય મંત્રી વિજયભાઈ  ભાઈ રૂપાણી સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સી એમ ડેશ બોર્ડ ની ગતિવિધિઓ અને તલસ્પર્શી જાણકારી મેળવી હતી..

   તેઓ ગુજરાતે વિજયભાઈ  ભાઈ રૂપાણીના દ્વષ્ટિવંત નેતૃત્વમાં સરકારના વિભાગોની કામગીરીના રિયલ ટાઈમ મોનીટરીંગની વિકસાવેલી આ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.

  મુખ્યમંત્રીના  ઓ એસ ડી  ડી.એચ શાહે  આ ડેસ્ક બોર્ડની કામગીરીની વિગતોથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા.

 નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ  ભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ સચિવ અશ્વિની કુમાર  વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

(6:57 pm IST)