Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ખેડબ્રહ્મામાં બિરાજતા શ્રી અંબાજી માતાજીના પ્રાગટય દિને દર્શન માટે ભાવીકો ઉમટયા

ખેડબ્રહ્મા, તા., ૧૧: નાના અંબાજી તરીકે ઓળખાય છે ખેડબ્રહ્માથી ગબ્બર ગોખ પહોંચેલી માં જગદંબાનો પ્રાગટય દિવસ એટલે પોષ મહીનાની પુનમને માનવામાં આવે છે અને એટલે જ આજે ખેડબ્રહ્મામાં બિરાજતા અંબાજીના દર્શને ભકતોની ભીડ જામે છે. નાના અંબાજીથી ઓળખાતુ અને અંબાજીની જ પાસે આવેલુ ખેડબ્રહ્માનું અંબાજી મંદિર ભકતોમાં ખુબ શ્રધ્ધા ધરાવે છે.

માં જગદંબાએ અરવલ્લીની ગીરીમાળામાં વસતા રાક્ષસોનો સંહાર કર્યો હોવાનું કહેવાય છે અને એટલે જ અરવલ્લીની ગીરીમાળામાં બીરાજતા ખેડબ્રહ્માના અંબાજી મંદિર પ્રત્યે ભકતોમાં ગબ્બરમાં જઇને સ્થાપાયા હતા અને એટલે જ ગબ્બર અને ખેડબ્રહ્માના માતાજી એક જ કહેવાય છે અને એટલે જ ભકતોમાં ગબ્બર જેટલું જ મહત્વ અહી ખેડબ્રહ્માના મંદિર પ્રત્યે એટલી જ શ્રધ્ધા રહેલી છે. મંદિરની સ્થાપના કે પછી મંદિરમાં બીરાજવાનો દિવસએ માના પ્રાગટયનો દીવસ માનવામાં આવતો હોય છે. એટલે જ આ દિવસે માં અંબા અહી બીરાજયા હોવાનું માનીને ભકતો પોષ મહીનાની પુનમે પ્રાગટય એટલે કે પોષી પુનમ ઉજવે છે.

માં જગદંબાના ભકતો વાર તહેવાર અને પ્રસંગે અહી માથુ ટેકવવા માટે જરૂર આવતા હોય છે અને પુનમ આવે એટલે કે ભકતોમાંના દરબારમાં ઘેલુ લાગતુ હોયછે. પોષ મહીનાની પુનમ એટલે માખેડબ્રહ્મામાં બીરાજતા જગદંબાના પ્રાગટય દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને એટલે જ ભકતોને પોષ મહીનાની પુનમે માના દરબારમાં હાજરી ભરાવીને પ્રાર્થના કરવાનો લ્હાવો લેવાનું ભકતો ચુકતા નથી એટલે જ પોષી પુનમથી ઓળખાતી આ પુનમે ભકતો ભીડ જમાવીને મેળો ઉભો કરતા હોય છે. આવેલા અંબાજી મંદીરમાં માની મુર્તીની આગળ નમન કરવા અને અરજ કરવા જાણે કે ભકતો માના દરબારમાં આવ્યા હોય એવા અહેસાસથી અહી ઉભરાય છે.

(5:55 pm IST)