Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગુજરાતમાં છેલ્લા પ વર્ષમાં દુષ્કર્મની ૧૩૧ ઘટનાઓઃ પ૦૦ આરોપીઓની ધરપકડઃ સૌથી વધુ ઘટના સુરતમાં

ગાંધીનગર, તા., ૧૧:  ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા પ વર્ષમાં સામુહીક બળાત્કારની ૧૩૧ ઘટનાઓ બની છે. જેમાં અલગ અલગ પોલીસ કેસમાં પ૦૦ આરોપીઓ પકડાયા છે. જયારે ૧૮ થી વધુ ગન્હેગારો આજે પણ પોલીસ પકડથી દુર હોવાનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં ગૃહમાંરજુ થયેલી અતરાંકિત પ્રશ્નોતરીમાં ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના જવાબમાં સરકારે લેખીતમાં આ સ્વીકાર કર્યો હતો. તેમણે પુછયું હતું કે ૩૦ જુન ર૦૧૯ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં જિલ્લાવાર કેટલા સામુહીક બળત્કારના બનાવો બન્યોા છે? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પકડથી દુર છે.

વિક્રમ માડમના પ્રશ્નના લેખીત ઉતરમાં ગૃહ રાજયમંત્રીએ જણાવ્યંુ હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં અલગ અલગ જિલ્લાઓમાં સામુહીક બળાત્કારના ૧૩૧ કેસ નોંધાયા છે.જે પૈકી પોલીસે પ૦૦ આરોપીઓ પકડી પાડયા છે. જયારે હજુ ૧૮ આરોપીઓ પકડવાના બાકી છે. રાજયમાં શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામુહીક બળાત્કારની સૌથી વધુ ર૬ ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં ૮ જયારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં ૮ જયારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં ૧૭ સામુહીક બળાત્કારના બનાવો બન્યાછે. જો કે રાજકોટ શહેરમાં માત્ર ૩બનાવો બન્યા હોવાનો લેખીત સ્વીકાર સરકારે કર્યો છે.

ઉપરાંત ત્રીજા ક્રમેભાવનગર શહેર જિલ્લામાં ૧૧ બનાવો બન્યા છે તો બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે પ૦૦ આરોપીઓને પકડયા છે. સૌથી વધુ ૮પ આરોપીઓ ભાવનગર શહેર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. જયારે ૭૩ આરોપીઓ અમદાવાદ શહેર જિલ્લામાં બનેલી સામુહીક બળાત્કારની ઘટનાઓ મામલે પકડયા છે. જયારે રાજકોટ શહેરમાં બનેલી ઘટનાઓમાં ૯ આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે રાજયમાં બનેલી સામુહીક બળાત્કારની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા ૧૮ આરોપીઓને પકડવાના બાકી હોવાનો લેખીત સ્વીકાર કર્યો છે.

વિધાનસભામાં આવેલ આ આંકડાઓ સરકારની સાથે સમાજ માટે પણ આંખ ઉઘાડનારા છે કારણ કે સામુહીક બળાત્કારના આટલા બનાવો સ્વસ્થ સમાજ માટે કલંક રૂપ છે.

(5:53 pm IST)