Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અમદાવાદ કોર્પોરેશન દ્વારા બે વર્ષના સમયગાળા બાદ ટેકસ રીબેટ સ્કીમની જાહેરાત

અમદાવાદ તા. ૧૧ : વર્ષના અંતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોએ બે વર્ષના સમયગાળા બાદ ટેકસ રીબેટ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેકસ ભરી દેનારા કરદાતાઓના ટેકસના વ્યાજમાં પ૦ ટકાથી લઇને સંપૂર્ણ વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. ઝુપટપટ્ટીઓને બાકી વ્યાજમાં સંપૂર્ણ માફી જયારે અન્ય મિલ્કત ધારકોને વ્યાજમાં પ૦ ટકાની રાહત આપવામાં આવશે.

આ સ્કિમનો લાભ આગામી ૧૬ જાન્યુઆરીથી ૧પ ફેબ્રુઆરી ર૦ર૦ સુધી લઇ શકાશે. નોંધનીય છે કે આ યોજનાનો લાભ ચાલુ નાણાકીય વર્ષમં લાગુ નહી પડે. વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૦ જાન્યુઆરી સુધી પ્રોપર્ટી ટેકસના ૮૧૦.૬પ કરોડ, પ્રોફેશનલ ટેકસના ૧૪૭.૮૯ કરોડ તેમજ વ્હીકલ ટેકસના ૬૬.૭૦ કરોડ મળી ૧૦રપ.ર૪ કરોડની આવક થઇ છે. એએમસી દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૧૩૦૦ કરોડના ટેકસની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. મહત્વનું છે કે એએમસીના ચોપડે કુલ રૂ.૩૯૦૦ કરોડનો બાકી ટેકસ બોલે છે. જે વિવિધ લોકો પાસેથી વસુલવાનો બાકી છે.

(5:45 pm IST)