Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

નડિયાદ તાલુકાના આખલોડમાં પરપુરુષ સાથે આડા સંબંધનો વ્હેમ રાખી પતિએ પત્ની પર ધારિયાથી જીવલેણ હુમલો કર્યો: ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના આખડોલમાં દૂધની ડેરી નજીક રહેતાં વિલાસબેન દિપકભાઈ પરમાર ગત તા.૧-૧-૨૦ ના રોજ મોડી સાંજના સમયે ઘર નજીક આવેલ દુકાનમાંથી પુત્ર માટે ચોકલેટ લેવા ગયાં હતાં. ચોકલેટ લઈ ઘરે પરત ફર્યા તે વખતે ઘરમાં હાજર તેમના પતિ દિપકભાઈ રાવજીભાઈ પરમારે દુકાને કેમ ગઈ હતી કહી ઝઘડો કર્યો હતો. અને પત્ની વિલાસબેન અન્ય ઈસમ સાથે આડો સબંધ ધરાવતી હોવાનો વ્હેમ રાખી ધારીયાથી હુમલો કર્યો હતો. વિલાસબેનને પગની ઘુંટી પર તેમજ બંને હાથના ભાગે ધારીયાના ઘા વાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્રિત થઈ જતાં ઈજાગ્રસ્ત બનેલા વિલાસબેનને સારવાર માટે તેનો પતિ હોસ્પિટલ લઈ ગયો હતો. સારવાર કરાવ્યાં બાદ વિલાસબેનને તેના માવતરના ઘરે મૂકી આવ્યો હતો.

આ બનાવ અંગે વિલાસબેનની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે દિપકભાઈ રાવજીભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:25 pm IST)