Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અમદાવાદ: પાંચ હજારની લાંચ લેવાના પ્રકરણમાં વસો પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ ઝડપાઇ જતા ચકચાર

વસો:પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. અકસ્માતના કેસમાં જુદા જુદા કારણોસર હેડ કોન્સ્ટેબલ દ્વારા રૂપિયા પાંચ હજારની લાંચની માંગ કરી હતી. પરંતુ ફરિયાદી દ્વારા અમદાવાદ એસીબીને જાણ કરતા આરોપી હેડ કોન્સટેબલ આબાદ એસીબીના છટકામાં ઝડપાઇ ગોય હતો.

વસો પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને આર્મ હેડ કોન્સ્ટેબલ કાંંતિલાલ ેદેવાભાઇ વાઘેલા, (ઉ. વ.૫૫) ફરિયાદીના અકસ્માતના કેસની તપાસ કરતા હતા. કેટલાક સમય પહેલા ફરિયાદી દ્વારા હેડ કોન્સટેબલ કાંતિલાલ પાસે વાહનના અકસ્માતના કાગળો તેમજ પંચનામાની નકલ માંગી હતી. જેના બદલામાં આરોપી કાંતિલાલે રૂપિયા ૫ હજારની માંગ કરી હતી. જો કે ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી અમદાવાદ એસીબી દ્વારા આજરોજ આરોપી હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન કાંતિલાલે ફરિયાદીને લાંચની રકમ સ્વિકારવા માટે ટુંડેલ બસ સ્ટેશન પર બોલાવ્યા હતા, જ્યા પહેલેથી જ એસીબીના કર્મચારીઓ છુપા ડ્રેસમાં હાજર હોઇ આરોપીએ લાંચની રકમ સ્વિકારતા જ એસીબીની ટીમે લાંચીયા હેડ કોન્સ્ટેબલ કાંતિલાલ દેવાભાઇ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. એસીબી દ્વારા સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:24 pm IST)