Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં પોષી પૂનમના દિવસે માં બહુચરના દર્શનાર્થે હજારો માઇ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું

મહેસાણા:જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આજે પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે ભરાયેલા મેળામાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી હજારો માઈભક્તો બહુચર માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા. જેને લઈ યાત્રાધામમાં હૈયેહૈયું દળાય તેવી ભક્તોની ભીડ જામી હતી.

ભારતવર્ષના એકાવન શક્તિપીઠોમાં ગણનાપાત્ર બહુચરાજી યાત્રાધામમાં આજે શુક્રવારે પોષી પૂનમને લઈ વહેલી સવારથી જ માઈભક્તો મા બહુચરના દર્શનાર્થે ઉમટી પડયા હતા. મંદિર પરિસરમાં ભક્તોનો મહેરામણ જોવા મળ્યો હતો. તો દર્શનપથમાં ભક્તોની લાંબી કતાર લાગી હતી. બોલ માડી બહુચર જય જય બહુચરના જયઘોષ સાથે સમગ્ર દિવસભર મંદિર પરિસર ગુંજતુ રહ્યું હતું. અનેક પગપાળા સંઘોએ માના મંદિરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તો રાત્રે નવ વાગે બહુચર માતાજીની પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. શોભાયાત્રા મંદિરથી નીકળી હાઈવે, બજાર થઈ સ્ટેશન ચોક બાદ સાંજે મંદિરે નીજ મંદિરે પરત ફરી હતી. પૂનમને લઈ દિવસભર યાત્રાધામમાં ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો.

(5:23 pm IST)