Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

આણંદ જિલ્લાના ઉમરેઠ નજીક પરિણીતા પર રાજલીના ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારતા ગુનો દાખલ

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામની એક પરિણીતા ઉપર ડભોઈ તાલુકાના રાજલી ગામના ત્રણ શખ્શોએ સામુહિક અત્યાચાર ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ આપતા ઉમરેઠ પોલીસે ૦ નંબરથી ગુનો દાખલ કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ઉમરેઠ તાલુકાના બેચરી ગામની એક પરિણીતા આંગણવાડીની પરીક્ષા હોઈ ગત તા.૨૨મીના રોજ તેણીનો પતિ પરિણીતાને ઉમરેઠ બસ સ્ટેન્ડ ખાતે મુકી ગયો હતો. જ્યાંથી આ પરિણીતા ખેડા ખાતે આવેલ પોતાના પિયરે ગઈ હતી. ત્યાં રહ્યા બાદ પરીક્ષા પૂર્ણ કરીને ગત તા.૨૯મીના રોજ તેણી ડભોઈ તાલુકાના રાજલી ગામે રહેતા પોતાના નાનીને ત્યાં ગઈ હતી. 

(5:21 pm IST)