Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતનો દર્દનાક કિસ્સો: આર્થિક મંદીથી કંટાળી ડીડોલીમાં પાંચ સંતાનના પિતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરમાં યોગ્ય કામ નહી મળતા પાંચ સંતાનના પિતાએ તો ડાયાબિટીઝ જેવી બિમારીની સારવારના ખર્ચના ટેન્શનમાં ત્રણ સંતાનની માતા સહિત શહેરમાં ચાર વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું હતું.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીડોલીમાં નવાગામમાં ગાયત્રીનગરમાં રહેતા 35 વર્ષીય અંબિકાપ્રસાદ શ્રીપ્રકાશ ઉપાધ્યાયે ગઇ કાલે સાંજે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ફાંસો ખાધો હતો. તપાસકર્તા ડીંડોલી પોલીસે જણાવ્યું કે, તે મુળ ઉતરપ્રદેશના જોનપુરાનો વતની હતો. તેને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. તે છુટક કામ કાજ કરતો હતો પણ કેટલાક સમયથી યોગ્ય કામ મળતું નહોતું. પત્ની પણ કામ કરવા કહેતી અને પિતાએ પણ ઠપકો આપ્યો હતો. તેથી માઠુ લાગતા આ પગલું ભર્યાની શક્યતા છે.

(5:20 pm IST)