Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરત: દલાલ મારફતે કાપડ ખરીદી બે કરોડનું ઉઠમણું: પેમેન્ટ ચૂકવ્યા વગર રફુચક્કર થઇ જનાર દલાલ સહીત ત્રણની ધરપકડ કરવામાં આવી

સુરત: શહેરમાં દલાલો મારફતે કાપડ ઉપર એમ્બ્રોઇડરી-ડાયમંડ જોબવર્ક કરાવી સુરતના રીંગરોડ સ્થિત મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટનો વેપારી 49 જોબવર્ક કરનારાના રૃ.1.38 કરોડ ચુકવ્યા વિના ઉઠમણું કરી ફરાર થઇ જતા ભોગ બનેલા કઠોદરાના ડાયમંડ જોબવર્ક કરનારા એક યુવાને સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક દલાલ સહિત ત્રણની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં કામરેજ તાલુકાના કઠોદરા ગામ શિવ પેલેસમાં રહેતા 40 વર્ષીય અનિલભાઈ બાલુભાઈ માકાણી કઠોદરા ખાતે કાપડ ઉપર ડાયમંડ જોબવર્કનું કામ કરે છે. સપ્ટેમ્બર-2019માં કાપડ દલાલ મુકેશ પોપટભાઇ બલર સાથે પરિચય બાદ તેમનો પરિચય  મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ઝોયા ટેક્ષ્ટાઈલના નામે કાપડનો વેપાર કરતાં સુરેશભાઈ અશોકભાઈ ચુડાસમા સાથે કરાવાયો હતો.સુરેશે સાડી અને લહેંગા પર ડાયમંડ વર્કનું પેમેન્ટ 60 દિવસમાં કરવાનો વાયદો કરીને અનિલભાઇ પાસે 26 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર, 2019 દરમિયાન રૃા.4,28,731 નું ડાયમંડ જોબવર્ક કરાવી માલ તેમના આઈમાતા રોડ રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલ ખાતે  મગાવી લીધો હતો. પણ પેમેન્ટ માટે વાયદા કરાયા અને દાલ મુકેશે પણ દિવાળી પહેલા પેમેન્ટ મળી જશે તેવી વાત કરી પણ પછી અનિલભાઇનો ફોન રીસીવ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી અનિલભાઇ તેમની દુકાને પહોંચ્યા તો તે બંધ હતી અને તેમના જેવા અનેક વેપારી, જોબવર્કરો ઉઘરાણી માટે ટોળે વળેલા હતા.

(5:19 pm IST)