Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગૃહિણીને પેટીએમ કેવાયસીની વાતમાં ફોસલાવી ભેજાબાજે 1.75 લાખ સેરવી લીધા

સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારની ગૃહિણીને તમારૃ પેટીએમ કેવાયસી એક્સપાયર થઇ જવાનું છું અને પ્લીઝ તાત્કાલિક કસ્ટમર કેર પર કોન્ટેકટ કરો એવો મેસેજ મોકલાવી ભેજાબાજે રૃા. 1.75 લાખ અને ભેસ્તાનના યુવાનને કેવાયસી અપડેટ કરવા માટે રૃા. 10 ક્રેડિટ કાર્ડથી જમા કરાવવાનું કહી ભેજાબાજે રૃા. 52 હજારની મત્તા ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સચીન જીઆઇડીસીની મોહિત ઇન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં નોકરી કરતા સુભાષ પાંડુરંગ પાટીલ (ઉ.વ. 49 રહે. સ્વપ્ન સૃષ્ટિ રેસીડેન્સી, ભેસ્તાન) ને દોઢ મહિના અગાઉ પેટીએમ એક્ઝીક્યુટીવના નામે મોબાઇલ નં. 6295651116 પરથી કોલ કરી 'પેટીએમ કેવાયસીની મુદ્દત પુરી થવાની છે'કહી આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરેની માહિતી મેળવી ક્રેડિટ કાર્ડથી પેટીએમમાં રૃા.10 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ તેના કોટક મહિન્દ્રા બેંક ખાતામાંથી એક પછી એક ત્રણ ટ્રાન્જેકશન થકી ભેજાબાજે રૃા. 25,200 ઉપાડી લીધા હતા. સુભાષે તુરંત જ ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યો તો ભેજાબાજે તેના બેંક ઓફ બરોડાના ક્રેડીટ કાર્ડમાંથી ત્રણ ટ્રાન્ઝેકશન થકી રૃા. 27,608 મળી બંન્ને બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૃા. 52,808ની મત્તા ટ્રાન્સફર કરી લીધી હતી. બનાવ અંગે જહાંગીરપુરા અને પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. 

(5:18 pm IST)