Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વડોદરાના સયાજીપુરા રોડ પર પોલીસે દારૂની કાર લઈને જતા આરોપીને ઝડપ્યો

વડોદરા: શહેરમાં કારમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા આરોપીને બાપોદ પોલીસે આજવારોડ સયાજી ટાઉનશિપ પાસેથી ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક બનાવમાં બાઇક પર દારૃ લઇને જતા બે આરોપીની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, માંજલપુર  સફલ આઇકોન પાસેથી બાઇક લઇને જતા (૧) અજય અજીતભાઇ  બારિયા (રહે. શાંતિનગર વુડાના મકાનમાં ભીમતળાવ પાસે) અને (૨) ભૌમિક નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. સ્લમ ક્વાટર્સ ગદાપુરા)ને રોકીને તપાસ કરતા આરોપીઓ પાસેથી બીયરના ૫૩ ટીન કિંમત રૃપિયા ૫૩ હજારના મળી આવ્યા હતા. જેથી પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી બીયરના ટીન, બાઇક, બે મોબાઇલફોન કબજે કર્યા છે તથા બીયરના ટીન ક્યાંથી લાવ્યા હતા ? કોને આપવાના હતા ? ચે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(5:18 pm IST)