Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અમદાવાદમાં ગુજરાત નાગર પરિષદનું પસંદગી સંમેલનઃ નારી શકિતને સમર્પિત

રાજકોટઃ શ્રી સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) રાજયકક્ષા દ્વારા ૨૪મુ આંતરરાષ્ટ્રીય જીવનસાથી પસંદગી સંમેલન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ભવન અમદાવાદ ખાતે યોજાય ગયું. ૨૬૧ યુવકો, ૯૯ યુવતીએ પસંદગી સંમલેનમાં ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગાન અને સુ.શ્રી ઋચા દેસાઈ, દેવાંશી મહેતા, બિલ્વા દવે, પ્રિયા રાવલ અને જેલ્મ વોરાએ દીપ પ્રાગટય કર્યું.

સમારંભના અધ્યક્ષા ભારતીબેન ગોપાલભાઈ રાવલ- અનેકવિધ એવોર્ડથી સન્માનિત શ્રી મહિલા સેવા સહકારી મંડળી લી ના મેનેજિંગ ડાયરેકટર, સેબીના ડાયરેકટર જયશ્રીબેન અશ્વિન વ્યાસ, તારક મહેતાના ઉલ્ટા ચશમાંના અંજલિ ઉફ્રે નેહા મહેતા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં. ભાવિન વોરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. પરિષદના ચેરમેન અરૂણભાઈ બુચને લાઈફ ટાઈમ એચીમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. મધ્યપ્રદેશના જ્ઞાતિ અગ્રણી અશોકભાઈ વ્યાસને શુભેચ્છા પ્રતીકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંમલેનમાં ગુજરાતના વયસ્ક ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા ઉપસ્થિત રહેલ.

સંમલેનની સફળતા માટે પ્રમુખ નરેશભાઈ રાજા, ઉપપ્રમુખ સુભાષભાઈ ભટ્ટ, મહામંત્રી ધર્મેન્દ્ર દેસાઈ, મંત્રી સુ.બેલાબેન જહા, જનકભાઈ મહેતા, રશ્મિન પાઠક, જયેશભાઈ મહારાજા, સુ. રિતા રાજા, જગદીશ જહા, રન્નાબેન મહારાજાએ જહેમત ઉઠાવેલ. સંચાલન મિહિરભાઈ દેસાઈ, સુ.ભારતીબેન ત્રિવેદીએ સુપેરે કર્યું. તેમ સંસ્થાના રાજીવ વછરાજાની (મો.૯૮૨૫૩ ૧૮૦૯૯)ની યાદી જણાવે છે.

(3:36 pm IST)