Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતમાં અસામાજિક તત્વો બેખોફ : પેવેલિયન પ્લાઝમા ત્રણ લુખ્ખાઓએ કરી તોડફોડ : સમાનનો ઉલાળ્યો કર્યો

દુકાનમાં ઘૂસીને અંગત અદાવતમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરતા ત્રણેયની ધરપકડ

સુરત શહેરમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે ત્યારે શહેરના ડીંડોલી ખરવાસા રોડ પર આવેલા પેવેલિયન પ્લાઝામાં 3 શખ્સોએ તોડફોડ કરી હતી. દુકાનમાં રહેલો સામાન તોડી વેર વિખેર કરી નાખ્યો હતો. દુકાનમાં ઘૂસીને અંગત અદાવતમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તોડફોડ કરતાં શખ્સો દેખાઈ રહ્યાં છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે

(2:17 pm IST)