Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અમદાવાદના દાણીલીમડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત

પત્નીએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખોટા કેસ કર્યા : મૃતકની પત્ની, સાળી અને સાસુ સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો

અમદાવાદ :અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક યુવકે આપઘાત કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં એવું સામે આવ્યું કે તેની પત્નીએ અલગ અલગ પોલીસસ્ટેશનોમાં તેની સામે ખોટા કેસ કર્યા હતા. અને તેનાથી કંટાળીને તેણે આપાત કરી લીધો હતો. આખરે દાણીલીમડા પોલીસે મૃતકની પત્ની, સાળી અને સાસુ સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  દાણીલીમડામાં રહેતા પ્રવિણભાઇ મકવાણા તેમના પરિવાર સાથે રહે છે અને 17 વર્ષથી એએમસીના રોડ વિભાગમાં નોકરી કરે છે. તેમના પુત્ર સંદીપે તેની સાથે કામ કરતી રોનક ઉર્ફે રશ્મિ સાથે વર્ષ 2019માં પ્રેમલગ્ન કર્યા હતા. સંદીપે પ્રેમલગ્ન કરીને તેના કાકાના સાબરમતી ખાતેના ઘરે રહ્યો હતો. તે દરમિયાનમાં યુવતીના પરિવારજનો તેને આવીને લઇ ગયા હતા અને ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સમાધાન કરી છુટાછેડા કરાવી નાખ્યા હતા.

  બાદમાં 15મી ઓગષ્ટથી સંદીપ ક્યાંક જતો રહ્યો હતો. બાદમાં રોનક ઉર્ફે રશ્મિએ ઇડરમાં પણ એક ફરિયાદ નોંધાવી હતી. બાદમાં બંને સાથે રહેતા હતા તેવામાં રોનક ઉર્ફે રશ્મિ તા.1નવેમ્બરના રોજ ક્યાંક જતી રહી હતી. જેથી સંદીપે તેના પરિવારને કહ્યું કે રોનક ઉર્ફે રશ્મિના પરિવારજનો ખોટા કેસ કરવાની ધમકીઓ આપી પૈસાની માંગણીઓ કરે છે

   ગત તા.18મી નવેમ્બરના રોજ સંદીપ રીક્ષામાં આવ્યો ત્યારે અર્ધ બેભાન હાલતમાં હતો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 19મીના રોજ તેનું મોત થયું હતું. બાદમાં અંતિમ વિધી કરવામાં આવી અને સંદીપના મોબાઇલ ફોનમાં જોતા તેણે વિડીયો રેકોર્ડિંગ અને સ્યુસાઇડ નોટમાં તેના પત્ની, સાળી તથા સાસુ સસરાના ત્રાસથી કંટાળીને તે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસને જાણ કરતા પોલીસે પુરાવાના આધારે આઇપીસી 306 અને 114 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.

(1:12 pm IST)