Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

રીક્ષાચાલકની નાલાયકી : વ્યસની હોય, વિધવા માતાએ અન્ય રીક્ષા બાંધતા નીચતા ઉપર ઉતર્યો : અભયમ મદદે દોડી

રાજપીપળા :  નજીકના એક ગામમાં રહેતી વિધવા મહિલા તેના બે બાળકો અને સાસુ સાથે રહેતી હોય શાળાએ જતા બાળકોને પાડોશીની રીક્ષામાં શાળાએ મોકલતા હતા. પરંતુ એ રીક્ષા વાળા વ્યસની હોય અને સમયસર ન પહોંચતા મહિલા એ અન્ય એક રીક્ષાવાળાને વર્દી માટે કહેતા પાડોશી રીક્ષાવાળો ચિડાયો અને મારી રીક્ષામાં કેમ બાળકોને મોકલવાનું બંધ કર્યું ? તેમ કહી આ વિધવા મહિલા ઉપર હુમલો કરી તેના ઘરના દરવાજા તોડી નાંખી ધમકી આપી કે બહાર નીકળીશ તો જાનથી મારી નાંખીશ. જેથી ડરી ગયેલા સાસુ વહુને પોતાનું અને બાળકોનું રક્ષણ કેવી રીતે કરવું તે સમજ ન પડતા આખરે અભયમ મહિલા હેલ્પલાઇનમા ફોન કરેલ. રાજપીપળા અભયમ ટીમ સ્થળ પર પહોંચી બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રીક્ષા ચાલકે જણાવ્યુ કે તમારે ફાવે તે કરો. મારી રીક્ષામા બાળકો નહીં મોકલે તો તેમને સ્કૂલમા જવા નહીં દઇશ તેવી ધમકી આપી. જેથી આ મહિલા ગભરાઈ જતા પોલીસ રક્ષણ માટે અભયમને જણાવતા અભ્યમ ટીમે રાજપીપળા પો.સ્ટે.મા મામલો સોંપી વિધવા મહિલાની મદદ કરી તેને રક્ષણ આપેલ.

(1:08 pm IST)