Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મોડાસા:યુવતીની સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મુદ્દે કોંગ્રેસની ભરૂચમાં કેન્ડલ માર્ચ: વિરોધ પ્રદર્શન કર્યું

પાંચબત્તી ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શન અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો

મોડાસા ખાતે યુવતી ની સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે તમામ પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા FIR હજી સુધી ના લેવામાં આવતા સમગ્ર ગુજરાતમાં આ મામલો ગરમાયો છે. કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને માનવતા મરી પરવારી હોય એમ લાગી રહ્યું છે. વહેલી તકે આ દીકરીને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સાંજે પાંચબત્તી ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શન અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મહિલા કોંગ્રેસ દ્વારા પોતાના હાથની બંગડીઓ કાઢી નામર્દ સરકારનો હુરીયો બોલાવી ગુજરાત ના સી.એમ. વિજય રૂપાણીની હાય હાય બોલાવી હતી.

આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,એન.એસ.યુ. આઈ. પ્રમુખ ભુપેન્દ્ર પટેલ તેમજ મહિલા મોરચો અને મોટી સંખ્યામાં કાર્યતાઓ જોડાયા હતા.

 

(1:05 pm IST)