Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

બનાસકાંઠાના ધાનેરાના સામારવાડા પાસે લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોતઃ ૧૨ને ઈજા

બનાસકાંઠા, તા. ૧૧ :. ધાનેરાના સામારવાડા પાસે આજે વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક લકઝરી બસને ડમ્પર ચાલકે ટક્કર મારતા એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ તથા ૧૨ લોકો ઘાયલ થયા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ ધાનેરાના સામરવાડા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી બાડમેર જવા રવાના થયેલી એક લકઝરી બસમાં આશરે ૬૦થી વધુ પેસેન્જરો હતા. આ લકઝરી બસને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ અને બસમાં બેઠેલા લોકોમાં ૧૨ લોકો ઘાયલ થયા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક લકઝરી બસમાં આશરે ૬૦થી વધુ પેસેન્જરો હતા. આ લકઝરી બસને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ અને બસમાં બેઠેલા લોકોમાંથી ૧૨ લોકો ઘાયલ થયા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લકઝરી બસના ચાલકને ત્રણ કલાકની ભારે જહેમત બાદ જીવિત કેબીનમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્રણ ૧૦૮ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા અને લોકોને બસમાંથી રેસ્કયુ કર્યા હતા.

(5:56 pm IST)