Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણ જમાવતું ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક

ગરુડેશ્વર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને મફત વિઝીટ કરાવાઈ:પાર્કનો મુખ્ય ઉદ્દેશ ‘સહી પોષણ દેશ રોશન’ના થીમનો છે.:ટ્રાયલ બેઝ થી ચાલુ કર્યું છતાં બે મહિનામાં 15 હજાર થી વધુ પ્રવાસીઓ નોંધાયા

(ભરત શાહ દ્વારા)-રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 20 હજાર સ્કેરફૂટ માં વિકસાવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હાલ પ્રવાસીઓનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ તેને ટ્રાયલ બેઝ માટે શરૂ કરવામાં આવ્યું છે છતાં 15 હજાર થી વધુ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. આજના બાળકો જંકફૂડના ખોરાક સામે ન્યૂટ્રિશિયનની માહિતી આપતું આ થીમ પાર્ક ભારતમાં પ્રથમ પાર્ક છે જે બાળકો માં ખુબ આકર્ષણ જમાવી રહ્યું છે.

 આ સાથે ગરુડેશ્વર તાલુકાના 5000 થી વધુ પ્રાથમિક શાળાના બાળકોને મફતમાં નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તા અને નર્મદા ડીડીઓ ડો.જીન્સી વિલિયમ્સ દ્વારા વિનામૂલ્યે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બતાવવામાં આવ્યુ .હતું

  ચિલ્ડ્રન પાર્કનું મેન્જમેન્ટ કરતા પ્રતીક માથુરે જણાવ્યું હતું કે આ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક એ એક અનોખો થીમ પાર્ક છે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ ખાસ બનાવડાવ્યો છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ ‘સહી પોષણ દેશ રોશન’ના થીમ હેઠળ બાળકોને તંદુરસ્ત આહાર અને ગુણવત્તાયુક્ત પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવાનો છે.તે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સાથે ટેક્નોલોજીથી સમૃદ્ધ પ્રદર્શનો યોજવાનો છે.

  આ અનોખો થીમ પાર્ક ભારતમાં આ પ્રકારનો પહેલો પાર્ક હશે અને તે માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના બાળકો અને માતા-પિતાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. જેમાં મુખ્ય આકર્ષણ તેની ન્યુટ્રિ ટ્રેઇન છે જે 600 મીટર લાંબા ટ્રેક પર દોડી રહી છે. અને જે બાળકોને વિવિધ સ્ટેશનોની સફર કરાવી રહી છે. આ સ્ટેશન્સ પોષણના આવશ્યક તત્વોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન પાંચ સ્ટેશનનો પર જાય છે જેમાં કાયા પૌષ્ટિક અહાર છે, શાકભાજી ફળની માહિતી આપે છે બીજું દૂધ,ત્રીજું ઘરની રસોઈ, ચોથું પાણીનું મહત્વ અને રમત ગમત સાથે ગેમઝોન બાળકો માટે હોટ ફેવરિટ બની રહ્યું છે.

(6:47 pm IST)