Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મકર સંક્રાંતિ પૂર્વે તંત્ર સતર્ક : અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા :વડોદરામાં પતંગ બજારમાં ચેકિંગ

ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ: વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા : પોલીસ દ્વારા ટુક્કલ અને ચાઇનીઝ દોરીની તપાસ

અમદાવાદ : મકર સંક્રાંતિ પહેલા તંત્ર એલર્ટ બન્યું છે અમદાવાદ હેલ્થ વિભાગે ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ કરી હતી. વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે.જયારે વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ ના થાય તે માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું  પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 40 જેટલા જવાનો દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરી ની તપાસ હાથ ધરવામાં આવી હતી

(8:56 am IST)