Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

મહંત સ્વામી દ્વારા દાવાનળ શમ્યો તેવો કોઈ દાવો સ્વામીજી કે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ કર્યો નથી

ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ પર મહંત સ્વામીની પ્રાર્થના મુદ્દે સર્જાયેલ વિવાદ અંગે BAPSએ કર્યો ખુલાસો

અમદાવાદ : BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ ભીષણ આગ અંગે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે લોકો અને પ્રાણીઓની રક્ષા થાય અને તેને રાહત થાય. ત્યારે એ પણ હકીકત છે કે આ પ્રકારની આફતોમાં વિશ્વના કરોડો લોકો પ્રાર્થના કરતા હોય છે. ત્યારે મહંત સ્વામી મહારાજની પ્રાર્થના બાદ ઓસ્ટ્રેલિયામાં વરસાદ થયો હોવાનો ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ મામલે BAPSએ નિવેદન આપ્યું છે.

  BAPSએ આ અંગે કહ્યું છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાર્થના અંગે જે વિવાદ કરવામાં આવ્યો છે તેવો કોઈ દાવો સ્વામીજી દ્વારા કે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ કર્યો નથી અને સ્વામી દ્વારા દાવાનળ શમ્યો છે. કેટલાક ભક્તોએ વ્યક્તિગત રીતે આ પ્રકારની વાત કરી હોય તો તે તેની અંગત બાબત છે. તેને વિવાદનો મુદ્દો ન બનવા દેવામાં આવે તેવી વિનંતી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર IPS અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે ફેસબુક પરના અપના અડ્ડા નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ પર મહંત સ્વામી પર સ્વા.સંપ્રદાયના સાધુના દાવા સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, પ્રગટ બ્રહ્મસ્વરૂપનું ગ્લેમર ઊભું કરવામાં કંઇક તો મર્યાદા રાખો. તેમની પોસ્ટને કેટલાક લોકો દ્વારા શેર કરવામાં આવી છે. તો કેટલાકે કોમેન્ટ પણ કરી છે.

(9:56 am IST)