Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતમાં વધુ એક યુવક પતંગની દોરીનો ભોગ બન્યો :દાઢી કપાઈ જતા ગંભીર ઇજા : લોહીલુહાણ

ઉત્તરાયણ પહેલા સરકારી ચોપડે દોરી થી ઇજાનો આ 4 કેશ નોંધાયો

સુરત : સુરતમાં વધુ એક યુવાન પતંગની દોરીનો ભોગ બન્યો છે અને તેની દાઢી કપાઈ ગઈ હતી.  તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ  ખસેડાયો હતો જોકે હાલ તેમની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યુ હતું
 સુરતના  રાંદેરના મોટા ભાગળ ખાતે હનુમાન ટેકરી પાસે રહેતા કિરીટ ભરત પટેલ પતંજલિનો સામાના આપવાનું કામ કરે છે. પોતાના રાબેતા મુજબ ભટાર વિસ્તારમાં આવેલી કેનલ પરથીમાં આપવા જઈ રહ્યા હતા. ત્યાંથી કપાયેલી એક પતંગ અચાનક તેમના પર પડી હતી. આ પતંગની દોરી એટલી તિક્ષ્‍ણ હતી કે પોતે કંઈ સમાજે તે પહેલા આ પતંગની દોરી ભરતભાઈની દાઢી પર અટવાતા દાઢી કપાઈ ગઈ હતી. દોરો દાઢીમાં ચામડીની ઉંડે સુધી જતા રહેતા લોહી નીકળવાં લાગ્યું હતું. લોકો આસપાસમાંથી દોડી આવ્યા હતાં. અને તાતકાલિક ભારત ભાઈને સારવાર માટેલોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર બાદ ભરતભાઈને હાલત સારી હોવાનું તબીબે જણાવ્યું હતું જોકે ભરત ભાઈ આ તીક્ષણ દોરીથી બાલ બાલ બચી ગયા હતા પણ દોરીને લઇને તેમની દાઢી માં અદરસુધી ઇજા થી છે જોકે ઉત્તરાયણ પહેલા સરકારી ચોપડે દોરી થી ઇજાનો આ 4 કેશ નોંધાયો છે .

(9:30 pm IST)