Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

અસ્થમાના કેસમાં ૩૦ ટકાથી ૪૦ ટકા સુધીનો થયેલ વધારો

પાંચ-દસ વર્ષના બાળકોમાં ૧૫ ટકા વચ્ચે કેસ : ૧૮ વર્ષથી નીચેના પણ લાખો બાળકો અસ્થમાથી ગ્રસ્ત

અમદાવાદ,તા. ૧૦ : તહેવારની મોસમ પછી શિયાળો આવી રહ્યો છે. તમે ઘરમાં હોય કે બહાર, શિયાળો અસ્થમાનો હુમલો કરીને રહે છે. શિયાળો ફેફસાના દરદીઓ માટે ત્રાસદાયક બની શકે છે. ધ અમેરિકન લંગ એસોસિએશનની આંકડાવારી જણાવે છે કે અસ્થમા સૌથી સામાન્ય હઠીલા વિકારમાંથી એક છે અને હાલમાં ૧૮ વર્ષથી નીચેના આશરે ૭.૧ મિલિયન બાળકો અસ્થમાથી અસરગ્રસ્ત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝના અધ્યયનના અંદાજ અનુસાર અસ્થમાને લીધે ૧૩.૮ મિલિયન વિકલાંગતા સમાયોજિત જીવન વર્ષ (ડિઝેબિલિટી એડજસ્ટેડ લાઈફ યર્સ- ડીએએલવાય) ગુમાવે છે, જે કુલ વૈશ્વિક રોગના બોજના ૧.૮ ટકા છે. અસ્થમાથી પીડાતા દુનિયાભરના ૩૦૦ મિલિયન લોકો માટે શિયાળાના ઠંડા મહિના મોટે ભાગે તેમનાં લક્ષણોને વધુ તીવ્ર બનાવે છે. નિષ્ણાતોના મતે, વિવિધ ઉત્તેજનામાં શ્વાસમાર્ગમાં વધતી પ્રતિક્રિયાથી પેદા થાય છે, જે અસ્થમાની સામાન્ય સમજ ફેરવી શકાતો અવરોધાત્મક ફેફસાનો રોગ છે.

          ઠંડું વાતાવરણ અસ્થમાના દરદીઓ માટે અનુકૂળ હોતું નથી અને તે ઉચ્ચ વાઈરસનું જોખમ ધરાવે છે. અસ્થમાના દરદીઓના ફેફસા અને શ્વાસમાર્ગ બહુ સંવેદનશીલ હોય છે. ઈનહેલેશન થેરપી અને તેની સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ- ઘણા બધા દરદીઓ અને તેમના પારિવારિક સભ્યો અસ્થમાનાં કારણો અને તેના ઉપલબ્ધ ઉપચારના વિકલ્પો વિશે ખોટી માન્યતા ધરાવે છે. અસ્થમા વારસાગત અને ચેપી રોગ છે. અસ્થમાને ઊથલો મારતો રોકવા માટે ઈનહેલર અંતિમ ઉપાય છે એવી અસ્થમાના દરદીઓમાં સામાન્ય રીતે ખોટી માન્યતા છે. આથી દરદીઓ અને તેમના સંભાળકર્તાઓને આ રોગ, ઈનહેલ કરાતા કોર્ટિકોસ્ટેરોઈડ્સ, એટલે કે, ઈનહેલેશન થેરપીની લઘુતમ આડઅસરો સાથે તેનો ઉપચાર વિશે આરોગ્યસંભાળ તબીબોએ સુશિક્ષિત કરવાની જરૂર છે. ભારતમાં શ્વાસમાં સસણી બોલાવવી, શ્વાસોશ્વાસના રોગ, બ્રોન્કાયલ અસ્થમાનો ઊથલોના કિસ્સામાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે અને સર્વ ઉંમર અને લિંગના બ્રોન્કાઈટિસના દરદીઓ તહેવારની મોસમ પછી ફરિયાદ કરવાની શક્યતા છે. અસ્થમા મોઢાથી લેવાની ઔષધિઓ અને રોજની પ્રવૃત્તિઓ પર મર્યાદામાં તીવ્ર ઉછાળો ધરાવતા દરદીઓ દ્વારા બહુ ખરાબ રીતે નિયંત્રિત થાય છે.

           આ સમસ્યાને નાથવા માટે ઈનહેલેશન થેરપી અસ્થમાનો ઉપચાર કરવા માટે સૌથી અસરકારક થેરપી છે અને તેમાં જૂજ આડઅસરો છે અને ઝડપી કૃતિ છે એમ નાનાવટી હોસ્પિટલના (એમ.ડી. પેડિયા) ડો. નિધિશ નાનાવટીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ કે, પ્રદૂષકોને જૂજ કલાકની સન્મુખતાથી પણ ફેફસાનો રોગ કથળે છે અને અસ્થમાનો હુમલો પેદા કરી શકે છે. ભારતમાં એક અંદાજ અનુસાર ૫-૧૧ વયવર્ષના બાળકોમાં ૧૦ અને ૧૫ ટકા વચ્ચે અસ્થમા પ્રવર્તે છે. ઈનહેલેશન થેરપીમાં શ્વાસમાર્ગનો દાહક સોજો હોવાથી આશરે ૨૫થી ૧૦૦ ગ્રામ કોર્ટિકોસ્ટેરોઈડ્સ અત્યંત ઓછી માત્રામાં આવશ્યક હોય છે, પરંતુ મોઢાથી કે આંતરડા માર્ગે તેનું સેવન કરવામાં આવે તો તે આપવાનું પ્રમાણ આશરે ૧૦,૦૦૦ માઈક્રોગ્રામ જેટલું અત્યંત વધુ હોય છે, કારણ કે દવા આપ્યા પછી અમુક ભાગ જ ફેફસા સુધી પહોંચે છે. આનો અર્થ અસ્થમાના દરદીઓને દરેક વાર ઊથલો મારે ત્યારે ગોળી અથવા ટેબ્લેટ લેવી પડે છે, જેને લીધે તે કે તેણી વાસ્તવમાં આવશ્યક દવાના પ્રમાણના લગભગ ૨૦૦ ગણું અંદર લે છે, જેને લીધે આરોગ્ય પર આડઅસર થાય છે. ઈનહેલેશન થેરપી કોર્ટિકોસ્ટેઈલોડ્સ શરીરમાં સીધી પહોંચે છે, જે લક્ષણોને નિયંત્રણમાં લાવવા માટે જરૂર પ્રમાણમાં જ સ્ટેરોઈડ્સ પહોંચાડે છે. આની તુલનામાં મોઢાથી લેવાતી દવાઓ લોહીમાં સૌપ્રથમ પીગળે છે અને તે પછી જ ફેફસા સહિત વિવિધ અવયવો સુધી પહોંચે છે. આથી ઈનહેલેશન થેરપી અસ્થમાના દરદીઓ શિયાળાને પરિપૂર્ણ રીતે માણી શકે તે માટે સૌથી આસાન-સરળ નિવારણ છે.

 

(9:24 pm IST)